Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

તેજિંદર બગ્ગાને લઈને ધમાસણ : હરિયાણા પોલીસે બગ્ગાને દિલ્હી પોલીસને સોંપી દીધો

બગ્ગાની ધરપકડનો વિરોધ કરી રહેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ આદેશ ગુપ્તાએ આરોપ લગાવ્યો કે વિરોધ કરવા પર બગ્ગાના પિતાના મોંઢામાં પોલીસ ટીમે કપડુ ઠૂંસી દીધુ

નવી દિલ્હી : ભાજપ નેતા તેજિંદર બગ્ગાને કુરુક્ષેત્રથી દિલ્હી લાવવામાં આવશે. હરિયાણા પોલીસે બગ્ગાને દિલ્હી પોલીસને સોંપી દીધો છે. ભાજપ પ્રવક્તા તેજિંદર બગ્ગાને પંજાબ પોલીસે આજે સવારે ધરપકડ કરી હતી અને તેમને લઈને મોહાલી માટે નીકળ્યા હતા પરંતુ દિલ્હી પોલીસના કહેવા પર હરિયાણા સરકારે કુરુક્ષેત્રમાં પંજાબ પોલીસના કાફલાને રોકી લીધો હતો.

પંજાબ પોલીસ પર દિલ્હીમાં અપહરણની FIR પણ નોંધાઈ છે. મોહાલી પોલીસે તેજિંદર વિરુદ્ધ સાયબર સેલમાં કેસ નોંધ્યો હતો, આ મામલે તેમની ધરપકડ થઈ હતી. તેજિંદર બગ્ગાને હવે હરિયાણા પોલીસે દિલ્હી પોલીસને સોંપી દેવાયા છે. હરિયાણાના ગૃહ મંત્રી અનિલ વિજે પહેલા જ કહ્યુ હતુ કે બગ્ગાને પંજાબ નહીં દિલ્હી પોલીસને સોંપવામાં આવશે.

સમગ્ર ઘટનાક્રમ વચ્ચે બગ્ગાની માતા કમલજીત કૌર અત્યારે બિહારના મુઝફ્ફરનગરમાં છે. તેમણે કહ્યુ કે આ સમગ્ર કાર્યવાહી રાજકીય બદલો છે કેમ કે બગ્ગાએ RTI દ્વારા કેટલીક જાણકારીઓ મેળવી હતી. જેમ કે મોહલ્લા ક્લિનિક કેટલા સાફ સુથરા છે. કેટલા સ્કુલ-પુલ-હોસ્પિટલ બનાવાયા છે.

સમગ્ર ઘટનાક્રમ વચ્ચે બગ્ગાની માતા કમલજીત કૌર અત્યારે બિહારના મુઝફ્ફરનગરમાં છે. તેમણે કહ્યુ કે આ સમગ્ર કાર્યવાહી રાજકીય બદલો છે કેમ કે બગ્ગાએ RTI દ્વારા કેટલીક જાણકારીઓ મેળવી હતી. જેમ કે મોહલ્લા ક્લિનિક કેટલા સાફ સુથરા છે. કેટલા સ્કુલ-પુલ-હોસ્પિટલ બનાવાયા છે.

તેજિંદર બગ્ગાને લેવા માટે દિલ્હી પોલીસની ટીમ કુરુક્ષેત્ર પહોંચી ગઈ છે. બીજી તરફ પંજાબ પોલીસના એડીજીપી, કુરુક્ષેત્ર માટે રવાના થઈ ચૂક્યા છે. બગ્ગાની ધરપકડનો વિરોધ કરી રહેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ આદેશ ગુપ્તાએ આરોપ લગાવ્યો કે વિરોધ કરવા પર બગ્ગાના પિતાના મોંઢામાં પોલીસ ટીમે કપડુ ઠૂંસી દીધુ હતુ. તેમણે કહ્યુ કે જો સરકારને પ્રશ્ન કરવો ગુનો છે તો ભાજપ કાર્યકર્તા આ ગુનો હજાર વખત કરશે.

પંજાબ પોલીસનુ કહેવુ છે કે ધરપકડની વીડિયોગ્રાફી થઈ હતી. આ ધરપકડ મોહાલીમાં નોંધાયેલા કેસમાં થઈ હતી. બગ્ગાને પહેલા નોટિસ આપવામાં આવી છે પરંતુ તે તપાસમાં સહયોગ કરવા પહોંચ્યા નહોતા. આ અપહરણનો કેસ નહોતો, તેમને ખોટીરીતે રોકવામાં આવ્યા છે.

(9:52 pm IST)