Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

રિલાયન્સ જિયોને નાણાકીય વર્ષ 2022ના અંતિમ ત્રિ માસિકગાળામાં ₹4300 કરોડનો થયો નફો

રિલાયન્સ જિયોએ આ સમયગાળામાં 20,901 કરોડની આવક :એબીટા પણ રૂ. 10,510 કરોડ રહ્યાં

મુંબઈ :ભારતની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની પેટા કંપની અને દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ નાણાંકીય વર્ષ 2022ના અંતિમ ત્રિમાસિકગાળાના પરિણામો રજૂ કર્યા છે. જાન્યુઆરી-માર્ચ, 2022ના સમયગાળામાં કંપનીને 4173 કરોડ રુપિયાનો નફો થયો છે, જે રૂ. 4250-4300 કરોડના અનુમાન કરતા ઓછો છે.

રિલાયન્સ જિયોએ આ સમયગાળામાં 20,901 કરોડની આવક રેળી છે. આ સિવાય એબીટા પણ રૂ. 10,510 કરોડ રહ્યાં છે. આવક અને એબીટા અનુમાન કરતા સામાન્ય વધુ રહ્યાં છે.

આ સિવાય અંબાણીના નેજા હેઠળની કંપની જિયોના ઓપરેટિંગ માર્જિન ટેરિફ વધતા 110 બેસિસ પોઈન્ટ વધીને 50.3% થયા છે

(10:04 pm IST)