Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

પૃથ્વી પરની જીવસૃષ્ટિ માટે ખતરાની ઘંટડી:ઉત્તર-દક્ષિણ બંને ધ્રુવો પર એક સાથે વધતું તાપમાન:વૈજ્ઞાનિકો ચિંતિત

છેલ્લા કેટલાક વર્ષોથી પૃથ્વી પર સરેરાશ તાપમાન વધતું જાય છે પરંતુ એન્ટાર્કટિક અને આર્કેટિક બંનેમાં એક સાથે તાપમાનમાં વધારો

નવી દિલ્હી :  છેલ્લા કેટલાક વર્ષોથી પૃથ્વી પર સરેરાશ તાપમાન વધતું જાય છે પરંતુ એન્ટાર્કટિક અને આર્કેટિક બંનેમાં એક સાથે તાપમાનમાં ઉછાળને વૈજ્ઞાનિકો ચિંતાજનક માની રહયા છે. આમ તો તાપમાનમાં વધઘટ થાય પરંતુ અચાનક પરીવર્તન સમજી ના શકાય તેવું છે. પ્રાપ્ત માહિતી અનુસાર એન્ટાર્કટિકામાં વોસ્તોક નામનું સ્થળ કાતિલ ઠંડી માટે જાણીતું છે. નિષ્ણાતો માને છે કે આના માટે જળવાયુ પરીર્વતન જ જવાબદાર છે એવું કહી શકાય નહી પરંતુ બંને ધ્રુવો પર તાપમાન એક સાથે વધતું જાય છે જે પૃથ્વી પરની જીવસૃષ્ટિ માટે ખતરાની ઘંટડી નિશાની છે.

પૃથ્વી પર સૌથી ઠંડા ગણાતા વોસ્તોકનું તાપમાન એક પ્રયોગ કરીને માઇનસ 273.15 ડિગ્રી સુધી પહોંચાડવામાં સંશોધકોએ હજુ હમણાં જ સફળતા મેળવી હતી. એવું માનવામાં આવે છે કે બ્રહ્નાંડમાં પૃથ્વીથી 5 અબજ પ્રકાશ વર્ષ દૂર આવેલા સેંટોરેસ નક્ષેત્રમાં બૂમરેંગ નેબૂલા નામના સ્થળનું તાપમાન માઇનસ 272 સેલ્સિયસ રહે છે.

વોસ્તોકમાં થોડાક મહિના પહેલા વૈજ્ઞાનિકોએ પ્રયોગ કરીને નિયંત્રિત વાતાવરણમાં બૂમરેંગ નેબૂલાથી પણ ઓછું તાપમાન પેદા કર્યુ હતું. હવે નવાઇની વાત તો એ છે કે આ અત્યંત ઠંડા ગણાતા વોસ્તોકના તાપમાનમાં માર્ચ થી 15 ડિગ્રીનો વધારો થયો છે. એક માહિતી મુજબ માર્ચ મહિનામાં એન્ટાર્કટિકના કેટલાક સ્થળોએ તાપમાન સરેરાશ 40 ડિગ્રી વધારે નોંધાયું હતું, ગત ફેબ્રુઆરીમાં એન્ટાર્કિટકમાં બરફનું સ્તર 1979 પછી સૌથી નીચલા સ્તરે હતું.

આર્કેટિક પર માર્ચમાં સરેરાશ તાપમાન 30 ડિગ્રીથી પણ વધારે જોવા મળ્યું હતું.

એક જર્મન વેબસાઇટમાં પ્રકાશિત માહિતી મુજબ મૌસમ વિજ્ઞાની ઇટિયેન કાપીરિયાએ ટ્વીટ કર્યુ હતું કે સમુદ્રથી 3234 મીટર ઉંચાઇ આવેલા કોનકોર્ડિયા હવામાન સ્ટેશન પર માઇનસ 11.5 ડિગ્રી નોંધાયું જે અત્યાર સુધીનું સૌથી વધારે છે.

આવી જ સ્થિતિ પૃથ્વીનો બીજો છેડો ગણાતા આર્કેટિકની પણ હતી. આર્કેટિક પર માર્ચમાં સરેરાશ તાપમાન 30 ડિગ્રીથી પણ વધારે જોવા મળ્યું હતું. નોર્વે અને ગ્રીનલેંડમાં પણ તાપમાનનો પારો વધતો જાય છે. આમ તો જળવાયુ પરીવર્તનની અસરથી પૃથ્વીના બંને છેડે તાપમાન કયારેક વધઘટ થાય તે સ્વભાવિક છે પરંતુ અચાનક જ આમ વધારો કેમ થયો તે સમજવા માટે વૈજ્ઞાનિકો પ્રયાસ કરી રહયા છે.

ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાં એક સાથે એક સમયે બરફ ઓગળતો જોવા મળતો નથી

બંને એક બીજાથી વધુમાં વધુ દૂર આવેલા સ્થળો પર આવું કેમ જોવા મળ્યું તેનું પણ ચોકકસ કારણ છે. જો કે આ બાબતે વિજ્ઞાનીઓમાં મતભેદ હોવાથી કેટલાક માને છે કે આ સંયોગ પણ હોઇ શકે છે જો કે સંયોગ જ હતો તેની ખાતરી કરવી એટલી જ જરુરી છે. એવું પણ બની શકે છે કે દક્ષિણ ગોળાર્ધથી ઉચ્ચ દબાણનો એક પટ્ટો એન્ટાર્કટિકા તરફ ગયો હતો. આ ઘટનાને પૃથ્વીના બંને છેડાના તાપમાન સાથે જોડવામાં આવી રહી છે.

આ ઘટના મુજબ ઓસ્ટ્રેલિયાના દક્ષિણ પૂર્વ ભાગમાં દક્ષિણી સાગર પર અતિ દબાણનું એક વિશાળ ક્ષેત્ર બન્યું હતું. આ દબાણમાં ભેજ વધારે હોવાથી એન્ટાર્કટિકા તરફ ધકેલાયેલું જેથી તટ પર વરસાદ પડયો હતો. આ વરસાદનું પ્રમાણ એટલું વધારે હતું કે એન્ટાર્કટિકા પર અતિ વરસાદનો નવો રેકોર્ડ બન્યો હશે. આ ઘટના ખૂબજ વિશિષ્ટ છે.

નવાઇની વાત તો એ છે કે એ સમય એવો હતો કે આર્કેટિકમાં દિવસો ટૂંકા અને ઠંડી કાતિલ હોવી જોઇતી હતી.તેના સ્થાને ઠંડી માથી બહાર આવી રહયો છે. નેશનલ સ્નો એન્ડ આઇસ ડેટા સેન્ટરના સંશોધક વોલ્ટ માયરે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે આ એકદમ ઉલટા પ્રકારનું હવામાન છે. ઉત્તર અને દક્ષિણ ધ્રુવને એક સાથે એક સમયે ઓગળતા કયારેય જોયા હશે નહી.

(10:05 pm IST)