Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

નવી મુંબઈના ઔદ્યોગિક વિસ્તારમાં આગ ફાટી: એક પછી એક આઠ કંપનીઓમાં ફેલાઈ આગ

નવી મુંબઈ નજીકના પોવને ઔદ્યોગિક વિસ્તારમાં શુક્રવારે સાંજે એક રબરના કારખાનામાં ભીષણ આગ લાગી

નવી મુંબઈના એમઆઈડીસી વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી. હાલત કાબૂમાં કરવા માટે ફાયરની ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી હતી. એક અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે, નવી મુંબઈ નજીકના પોવને ઔદ્યોગિક વિસ્તારમાં સાંજે એક રબરના કારખાનામાં ભીષણ આગ લાગી ગઈ હતી.

 એક અધિકારીએ જણાવ્યું છે કે, મહારાષ્ટ્ર ઓદ્યોગિક વિકાસ નિગમ (એમઆઈડીસી) માં આવેલા એકમમાં સાંજના લગભગ ચાર વાગ્યાની આસપાસ આ ઘટના થઈ હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, આગ ઠારવાના પ્રયત્નો ચાલું છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર આગ અત્યાર સુધીમાં આઠ કંપનીઓમાં ફેલાઈ ચુકી છે. કંપનીઓની આસપાસ કેમિકલ ડ્રમ છે. આ ડ્રમ ફાટ્યા હતા અને તેના કારણે મોટી આગ ભડકી ઉઠી હતી. હાલમાં આ ભયાનક સ્થિતિ પર કાબૂ મેળવવું મુશ્કેલ લાગી રહ્યું છે. એટલા માટે ફાયરની ગાડીઓ પોતાની સિસ્ટ્મનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવી રહી છે

   
 
   
(11:59 pm IST)