Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

ભારતીય સેનાને આકાશ પ્રાઇમ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમની બે નવી ‘મેક ઇન ઇન્ડિયા’ રેજિમેન્ટ મળશે

દુશ્મનના વિમાન અને ડ્રોનને તોડવા પોતાની ક્ષમતા વધારવા માટે ભારતીય સેનાને મેક ઈન ઈન્ડિયામાં મોટું સમાધાન મળશે

નવી દિલ્હી :  દુશ્મનના વિમાન અને ડ્રોનને તોડવા પોતાની ક્ષમતા વધારવા માટે ભારતીય સેનાને મેક ઈન ઈન્ડિયામાં મોટું સમાધાન મળવા જઈ રહ્યુ છે. તેણે આકાશ પ્રાઈન મિસાઈલ એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમની બે નવી રેજિમેન્ટ ખરીદવાની ઓફર કરી છે

ન્યુઝ એજન્સી ANIના અહેવાલ મુજબ, સૂત્રોએ જણાવ્યું છે કે સરકાર સમક્ષ પ્રસ્તાવ એડવાન્સ સ્ટેજમાં છે. આ પ્રસ્તાવ ચીન અને પાકિસ્તાન બંને તરફથી હવાઈ હુમલાઓ સામે દેશના હવાઈ સંરક્ષણને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે.

અગાઉ, સેનાના પશ્ચિમી અને દક્ષિણ-પશ્ચિમ કમાન્ડોએ હવાઇ મિસાઈલના વર્તમાન સંસ્કરણના લગભગ એક ડઝન પરીક્ષણો કર્યા હતા. તમામના ઉત્તમ પરિણામો હતા, જ્યારે આ મિસાઇલોને તાજેતરના સંઘર્ષો દરમિયાન ઓપરેશનલ ભૂમિકામાં પણ તૈનાત કરવામાં આવી હતી.

આકાશ પ્રાઇમ સ્વદેશી એક્ટિવ રેડિયો ફ્રીક્વન્સી (RF) સીકરથી સજ્જ છે, જે આ મિસાઇલના વર્તમાન સંસ્કરણની સરખામણીમાં વધુ સારી ચોકસાઈ પ્રદાન કરે છે. આ સિવાય તે ઊંચાઈવાળા વિસ્તારોમાં ઓછા તાપમાનમાં વધુ સારું પ્રદર્શન કરે છે.

આકાશ શસ્ત્ર પ્રણાલીની હાલની ગ્રાઉન્ડ સિસ્ટમનો પણ કેટલાક ફેરફારો સાથે ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મિસાઈલને 4500 મીટરની ઉંચાઈ સુધી તૈનાત કરી શકાય છે અને તે 25 થી 35 કિમીના અંતર સુધીના લક્ષ્યોને નષ્ટ કરી શકે છે.

(12:36 am IST)