Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

ચારધામના યાત્રિકોને આ વખતે ૬૦૦ રૂપિયા વધુ ચુકવવા પડશે

ભગવાનના દર્શન મોંઘા થયા

દેહરાદૂન,તા. ૭: ઉત્તરાખંડ ટ્રાન્‍સપોર્ટ ફેડરેશન સાથે સંકળાયેલા તમામ યુનિયનોએ બસોના ભાડામાં ૨૦ ટકાનો વધારો કર્યો છે. ઋષિકેશથી બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રી સુધીના દરેક યાત્રી પાસેથી હવે ૩,૨૫૦ રૂપિયાને બદલે ૩,૮૫૦ રૂપિયા લેવામાં આવી રહ્યા છે.

ચારધામ યાત્રાએ જતા યાત્રાળુઓએ હવે ભગવાનના દર્શન માટે વધારાના ૬૦૦ રૂપિયા ચૂકવવા પડશે. ઉત્તરાખંડ ટ્રાન્‍સપોર્ટ ફેડરેશન સાથે સંકળાયેલા તમામ યુનિયનોએ બસોના ભાડામાં ૨૦ ટકાનો વધારો કર્યો છે. ઋષિકેશથી બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રી સુધીના દરેક યાત્રી પાસેથી હવે ૩,૨૫૦ રૂપિયાને બદલે ૩,૮૫૦ રૂપિયા લેવામાં આવી રહ્યા છે.

ગયા વખતની સરખામણીએ હવે ભાડું પ્રતિ સીટ ૬૦૦ રૂપિયા વધારવામાં આવ્‍યું છે. સ્‍ટેટ ટ્રાન્‍સપોર્ટ ઓથોરિટી દ્વારા ભાડામાં વધારો કરવામાં આવે તે પહેલા જ ઉત્તરાખંડ ટ્રાન્‍સપોર્ટ ફેડરેશને ભાડામાં વધારો કર્યો છે. ફેડરેશનની દલીલ છે કે છેલ્લા બે વર્ષમાં પેટ્રોકેમિકલ્‍સના ભાવમાં પ્રતિ લિટર રૂ. ૩૦નો વધારો થયો છે. આવી સ્‍થિતિમાં જૂના દરે ચારધામ યાત્રા કરવી શક્‍ય નથી. ફેડરેશનના પ્રમુખ સુધીર રાયનું કહેવું છે કે હાલમાં યાત્રા પર જતા યાત્રિકો પાસેથી ૩,૮૫૦ રૂપિયા પ્રતિ પેસેન્‍જરનું ભાડું વસૂલવામાં આવે છે. રાયનું કહેવું છે કે ભાડું વધારવાનો નિર્ણય સર્વસંમતિથી લેવામાં આવ્‍યો છે.

(11:11 am IST)