Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

પ્રૂડન્‍ટ કોર્પોરેટ એડવાઈઝરી સર્વિસીસ લિ.નો આઈપીઓ ૧૦મીએ ખુલશે

 

(કેતન ખત્રી), અમદાવાદઃ પ્રૂડન્‍ટ કોર્પોરેટ એડવાઇઝરી સર્વિસીસ લિમિટેડનો આઇપીઓ ૧૦ મે  રોજ ખુલશે. એન્‍કર રોકાણકારો માટે બિડ/ઓફર આઇપીઓ ખુલવાની તારીખના એક દિવસ અગાઉ એટલે કે ૯ મે રોજ ખુલશે અને ૧૨મીએ રોજ બંધ થશે.ઓફરની પ્રાઇસ બેન્‍ડ ઇક્‍વિટી શેરદીઠ  ઈં  ૫૯૫ થી ૬૩૦ નકકી થઈ છે. દરેક ઇકિવટી શેરની ફેસ વેલ્‍યુ    છે. ઓફરમાં એમ્‍પ્‍લોયી રિઝર્વેશન પોર્શનમાં લાયકાત ધરાવતા કર્મચારીઓના બિડિંગ માટે ઓફર પ્રાઇસ પર એમ્‍પ્‍લોયી ડિસ્‍કાઉન્‍ટ ઇક્‍વિટી શેરદીઠ રૂ.૫૯નું ડિસ્‍કાઉન્‍ટ સામેલ છે. બિડ લઘુતમ ૨૩ ઇક્‍વિટી શેર માટે અને પછી ૨૩ ઇકિવટી શેરના ગુણાંકમાં થઈ શકશે.ઓફરમાં પ ની ફેસ વેલ્‍યુ ધરાવતા ૮,૫૪૯,૩૪૦ ઇકિવટી શેર સામેલ છે, જેમાં વેગ્નેર લિમિટેડ દ્વારા ૮,૨૮૧,૩૪૦ ઇકિવટી શેર અને શિરિષ પટેલ દ્વારા ૨૬૮,૦૦૦ ઇકિવટી શેર સામેલ છે.આ ઓફરમાં ઓફર થયેલા ઇક્‍વિટી શેરનું લિસ્‍ટિંગ બીએસઈ લિમિટેડ અને નેશનલ સ્‍ટોક એકસચેન્‍જ ઓફ ઇન્‍ડિયા લિમિટેડ પર લિસ્‍ટેડ થશે.

(11:49 am IST)