Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

ભીડનો લાભ લઇ મહિલાઓના શરીર સાથે પોતાનો પ્રાઇવેટ પાર્ટ ઘસવાની ખસલત : મેંગલુરુની જુમ્મા મસ્જિદમાં 'લયલાત અલ-કદર' કાર્યક્રમ વખતે મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરનાર 26 વર્ષીય યુવાનની ધરપકડ

મેંગલુરુ : કર્ણાટકના દરિયાકાંઠાના શહેર મેંગલુરુમાં એક 26 વર્ષીય વ્યક્તિની ગુરુવાર અને શુક્રવારની મધ્યરાત્રિએ એક મસ્જિદની અંદર મહિલાઓના શરીર સાથે પોતાનો  પ્રાઇવેટ ઘસવાની ખસલત બદલ ધરપકડ કરવામાં આવી હતી.

આ ઘટના મેંગલુરુ શહેરમાં સ્થિત જુમ્મા મસ્જિદમાં શુક્રવારે રાત્રે લગભગ 2 વાગ્યે બની જ્યારે 'લયલાત અલ-કદર' કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું હતું.

આરોપીની ઓળખ કરકલાના રહેવાસી સુજીત શેટ્ટી તરીકે થઈ છે.

હોમગાર્ડ જવાન શેટ્ટીએ મસ્જિદમાં ઘૂસીને અનેક મહિલાઓના હાથ પકડીને તેમની સાથે ગેરવર્તન કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેણે પોતાનો પ્રાઇવેટ પાર્ટ પણ મહિલાઓના શરીર સાથે ઘસ્યો હતો. અને કાર્યક્રમમાં વિક્ષેપ પાડ્યો હતો

આથી શુક્રવારે બપોરે 24 વર્ષની એક મહિલાએ શેટ્ટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે ઉલ્લાલ પોલીસે ભારતીય દંડ સંહિતા (IPC) 448, 354, 509 અને 295 (a) હેઠળ કેસ દાખલ કર્યો હતો અને તેને ન્યાયિક કસ્ટડીમાં સોંપ્યો હતો.તેવું ઈ.એ.દ્વારા જાણવા મળે છે.

 

(1:16 pm IST)