Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

શ્રીલંકામાં મધરાતથી ફરી લદાઇ કટોકટી

રાષ્‍ટ્રપતિની જાહેરાત પછી સરકાર સામે વિરોધ પ્રદર્શ પર પ્રતિબંધ

 

કોલંબો, તા.૭: શ્રીલંકન રાષ્‍ટ્રપતિ ગોતબાયા રાજપક્ષેએ શુક્રવારે કટોકટીની જાહેરાત કરી દીધી છે. સુરક્ષાદળોને દેશમાં ચાલી રહેલા આર્થિક સંકટ બાબતે સરકાર વિરોધી પ્રદર્શનો સામે નિપટવા માટે ફરી એકવાર વ્‍યાપક સત્તાઓ મળી ગઇ છે. કટોકટી અંગે રાષ્‍ટ્રપતિના એક પ્રવકતાએ કહ્યું કે કથળતા આર્થિક સંકટ બાબતે રાષ્‍ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના રાજીનામાની માંગણી સાથે ટ્રેડ યુનિયનોએ શુક્રવારે દેશ વ્‍યાપી હડતાલ કરી હતી. એટલે કાયદો અને વ્‍યવસ્‍થા જાળવી રાખવા માટે મધરાત પછી કટોકટી લાગુ કરી દેવાઇ છે.

રાષ્‍ટ્રપતિ દ્વારા આ જાહેરાત એવા સમયે કરાઇ છે જયારે વિદ્યાર્થી કાર્યકરોએ સંસદનો ઘેરાવ કરવાની ચેતવણી આપી હતી. દેશમાં આર્થિક સંકટ સામે લડવામાં નિષ્‍ફળ રહેલ સરકારને હટાવવાની માંગણી સાથે ટ્રેડ યુનિયનોએ દેશવ્‍યાપી હડતાલ શરૂ કરી છે.

શ્રીલંકામાં દેશવ્‍યાપી હડતાલ વચ્‍ચે વિદ્યાર્થીઓએ ચેતવણી આપી છે કે રાષ્‍ટ્રપતિ રાજયપક્ષે જો પદ નહીં છોડે તો તેઓ સંસદનો ઘેરાવ કરશે. ઇન્‍ટર યુનિવર્સિટી સ્‍ટુડન્‍ટ ફેડરેશને સંસદ સુધી જવાના માર્ગો બંધ કરી દીધા છે અને ત્‍યાં પ્રદર્શનો સતત કરી રહ્યા છે. પોલિસે વિદ્યાર્થીઓને હટાવવા ટીઅર ગેસ અને વોટર કેનનો ઉપયોગ કર્યો હતો.

શ્રીલંકામાં આર્થિક સંકટ સામે લડવામાં નિષ્‍ફળ રહેલ રાષ્‍ટ્રપતિ અને સરકારના રાજીનામાની માંગણી સાથે દેશના વ્‍યાપાર સંઘો દેશવ્‍યાપી હડતાલ પર છે. આરોગ્‍ય, ટપાલ, બંદરો અને અન્‍ય સરકારી સેવાઓ સાથે જોડાયેલ વ્‍યાપાર સંઘો હડતાલમાં સામેલ છે. જો કે સતાધારી પક્ષના સમર્થક કેટલાક સંઘો આમાં નથી જોડાયા. શ્રીલંકામાં અત્‍યારે વ્‍યાપાર ગતિવિધીઓ ઠપ થઇ ગઇ છે, રોડ ખાલીખમ દેખાય છે જયાં સામાન્‍ય રીતે ભીડ હોય છે. જોઇન્‍ટ ટ્રેડ યુનિયન એકશન ગ્રુપના રવિ સેવાઓ ચાલુ છે. તો શિક્ષક સંઘના મહિંદા જયસિંઘેએ કહ્યું કે શાળાઓના ખાનગી બસ સંચાલકો પણ જોડાયા હતા.

(4:00 pm IST)