Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

આનંદો... દેશમાં ૧૦ દિવસ પહેલા ચોમાસાનું થશે આગમન!

કેરળમાં ૨૦ મે બાદ આવશે વરસાદ તટીય રાજયમાં ચોમાસાનું શરૂઆત સમયથી પહેલા થઈ જશે

નવી દિલ્‍હીઃ કેરળમાં ચોમાસુ ૨૦મે બાદ કોઈ પણ સમયે આવી શકે છે. જે આ વખતે સમય કરતા લગભગ ૧૦ દિવસ વહેલુ આવશે. કેરળમાં ચોમાસાનું આગમન મોટા ભાગે ૧ જૂનની આસપાસ થાય છે. આઈએમડીએ એ આશયથી સંકેત પુણે સ્‍થિત આઈઆઈટીએમમાં વિકસિત મલ્‍ટી મોડલ એકસટેંડેડ રેંજ પ્રેડિક્‍શન સિસ્‍ટ્‍મનો ઉપયોગ કરીને પોતાના નવીનતમ એક્‍સટેંડેડ રેંજ ફોરકાસ્‍ટ દ્વારા આપ્‍યા છે.

IITMના એક નિષ્‍ણાંતનો હવાલો આપતા એક રિપોર્ટમાં જણાવ્‍યા અનુસાર, ૧મેથી ૫ જૂન માટે ૪ અઠવાડ઼ીયાની વિસ્‍તારિત મર્યાદાનું પૂર્વાનુમાન અનુસાર, કેરળમાં ચોમાસાની શરૂઆત ૨૦ મે બાદ કોઈ પણ સમયે થઈ શકે છે. ૨૮ એપ્રિલે જાહેર કરવામા આવેલા ગત ઈઆરએફમાં પણ ૧૯-૨૫ મેનો સમય બતાવામા આવ્‍યો છે. જો ઈઆરએફ આગામી અઠવાડીયે પણ ૨૦ મે બાદ કેરલમાં આવી રીતની સ્‍થિતિ દેખાશે, તો નિતિપણે કહી શકાય કે, આ તટીય રાજ્‍યમાં ચોમાસાનું શરૂઆત સમયથી પહેલા થઈ જશે.

ભારતીય હવામાન વિભાગના નવીનતમ ઈઆરએફ મે ૫-૧૧ ( પ્રથમ અઠવાડીયું), ૧૨મેથી ૧૮ (બીજૂ અઠવાડીયું), ૧૯મેથી ૨૫ (ત્રીજૂ અઠવાડીયું) અને ૨૬ જૂનથી ૧ (ચોથુ અઠવાડીયું) માટે છે. ત્‍ત્‍વ્‍પ્‍ના નિષ્‍ણાંતોના જણાવ્‍યા અનુસાર, હાલ માટે કેરલમાં ચોમાસુ જલ્‍દી શરૂ થવાના સંકેત દેખાઈ રહ્યા છે. પૂર્વી મધ્‍ય બંગાળની ખાડી ઉપર એક ચક્રવાતી તોફાન બની રહ્યું છે. તેને અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહ પર ચોમાસાના પ્રવાહને મજબૂત કરવામાં મદદ મળવાની સંભાવના છે. નવીનતમ ઈઆરએફના અનુસાર, આ વેધર સિસ્‍ટમના ત્રીજા અઠવાડીયાની આસપાસ ચોમાસાના પ્રવાહમાં અડચણ થવાની સંભાવના છે. કારણ કે, ત્‍યાં સુધી પોતાના પ્રભાવને ખોઈ ચુકયું હશે.(

(3:59 pm IST)