Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

એલઆઇસી પછી મે મહિનામાં ૬ આઇપીઓ આઇપીઓ માર્કેટમાં ફરીથી રોનક

નવી દિલ્‍હી, તા.૭: એલઆઇસીના મેગા આઇપીઓ પછી લાંબા સમયથી સુસ્‍ત પડેલ આઇપીઓ બજારમાં રોનક આવવાની આશા છે.
એલઆઇસી પછી મે ૨૦૨૨માં ઓછામાં ઓછા અડધો ડઝન આઇપીઓ લોન્‍ચ થવાની તૈયારીમાં છે. દેશની સૌથી મોટી લોજીસ્‍ટીક સ્‍ટાર્ટઅપ ‘ડીલીવરી' ૧૨ મે એ પોતાનો ૫૨૩૫ કરોડ રૂપિયાનો આઇપીઓ લાવશે. કંપનીએ પ્રતિ શેર ૪૬૨ થી ૪૮૭ રૂપિયાના બેંડમાં ઇશ્‍યુ પ્રાઇસ નક્કી કરી છે.
ડીવીવરીની સાથે જ વીનસ પાઇપ્‍સ એન્‍ડ ટયુબ્‍સનો આઇપીઓ પણ ૧૧મેએ લોન્‍ચ થશે. કંપની તેના દ્વારા ૧૬૫ કરોડ રૂપિયા ભેગા કરશે. વીનસ પાઇપ્‍સે ઇસ્‍યુ પ્રાઇસ પ્રતિ શેર ૩૧૦ થી ૩૨૬ રૂપિયાની રેન્‍જમાં રાખી છે. એ પહેલા ૧૦મેએ પ્રુડેન્‍ટ કોર્પોરેટ એડવાઇઝરીનો આઇપીઓ ખુલશે અને ૧૨ મે સુધી ભરી શકાશે. તેની ઇસ્‍યુ પ્રાઇસ ૫૯૫ થી ૬૩૦ રૂપિયા રખાઇ છે.(૨૩.૧૯)

આ મહિનામાં આવનાર આઇપીઓ
કંપની        સાઇઝ
ડીલીવરી    ૫૨૩૫  કરોડ રૂા.
એથર ઇન્‍ડસ્‍ટ્રીઝ    ૧૦૦૦ કરોડ રૂા.
હેકસાગોન ન્‍યુટ્રીશન    ૬૦૦ કરોડ રૂા.
પ્રુડેન્‍ટ એડવાઇઝરી     ૫૩૨ કરોડ રૂા.
ઇ-મુદ્રા        ૫૦૦ કરોડ રૂા.
વીનસ પાઇપ્‍સ    ૧૬૫ કરોડ રૂા.

 

(4:24 pm IST)