Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

દેશભરમાં વન્‍ય ભૂમિમાં ૫૭ લાખ હેકટર ઉપર અતિક્રમણ : ૪૦ વર્ષમાં મોટો વધારો

 

જલબપુર,તા.૭ : દેશમાં વન ભૂમિ ઉપર અતિક્રમણ સતત વધી રહ્યુ છે પ્રદેશ સરકારો પણ અતિક્રમણકારીઓને વન્‍યભૂમિમાં રહેવા પટ્ટે જમીન આપી રહી છે. ૧૯૮૦ ની સાલમાં દેશભરમાં ૩ લાલખ હેકટર વન ભુમિ ઉપર ગેરકાયદે કબ્‍જો હતો. વર્ષ ૨૦૦૧માં સરકારોએ જણાવ્‍યુ કે ૧૫ લાખ હેકટર જમીન ઉપર અતિક્રમણ છે તેમ છતાં રોકવા પ્રયાસ ન થયા વર્ષ ૨૦૨૨ સુધીમાં ૫૭ લાખ હેકટર વન્‍યભૂમિ ઉપર અતિક્રમણ થઇ ગયું છે. પર્યાવરણવિદો મુજબ આનાથી જળવાયુ પરિવર્તનનો ખતરો વધ્‍યો છે.

હાલમાં જ આવેલ ભારતીય વન સ્‍થિતિ રિપોર્ટ ૨૦૨૧ મુજબ દેશમાં મધ્‍યમ ગાઢ જંગલો કે પ્રાકૃતિક વનમાં ૧૫૮૨ વર્ગ કિ.મી.નો ઘટાડો આવ્‍યો છે. આ ઘટાડો વનના કપાતને દર્શાવે છે. ઝાડી ક્ષેત્રમાં ૫૩૨૦ વર્ગ કિ.મી.માં વૃધ્‍ધી થઇ છે. આ ક્ષેત્રમાં વનોનું પૂર્ણક્ષરણ પ્રદર્શિત કરે છે. આનુ એક કારણ વન્‍ય ભૂમિ ઉપર સતત થતુ અતિક્રમણ છે.

(4:28 pm IST)