Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

દિલ્હી-રાજસ્થાન સહિત 4 રાજ્યોમાં લૂ-એલર્ટ :તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી શકે

દિલ્હી, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં તાપમાન ફરી ઉંચકાશે : હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં હીટવેવની શક્યતા

નવી દિલ્હી :  છેલ્લા કેટલાક દિવસોમાં દેશમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. જેના કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી થોડી રાહત મળી હતી, પરંતુ હવે ગરમીનો પારો ઉંચકાશે.

હવામાન વિભાગનું કહેવું છે કે આવતીકાલે એટલે કે રવિવારથી દિલ્હી, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં તાપમાન ફરી 40 ડિગ્રીને પાર કરી શકે છે. આ સાથે ઉત્તર ભારતના લોકોને ફરીથી ગરમીનો સામનો કરવો પડી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે 8 મેથી 10 મે સુધી હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં હીટવેવની શક્યતા છે.

આ સાથે દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને દક્ષિણ પંજાબમાં 9 મેથી 10 મે સુધી હીટવેવ પ્રવર્તે તેવી શક્યતા છે. રાજધાની દિલ્હી માટે 9 મેથી 13 મે સુધી હીટ વેવનું એલર્ટ છે. આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન 43 થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે તેવી શક્યતા છે. રાજસ્થાનમાં પણ આગામી 48 કલાકમાં તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. 8મી મેથી જોધપુર, બિકાનેર, જયપુર અને ભરતપુર ડિવિઝનમાં ગરમીનો પ્રકોપ વર્તાવાની શક્યતા છે અને મહત્તમ તાપમાન 44 થી 45 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાશે.

   
 
   
(9:50 pm IST)