Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે ટૂંક સમયમાં પદ પરથી રાજીનામું આપી શકે

રાષ્ટ્રપતિ ભવનમાં કેબિનેટની યોજાયેલ વિશેષબેઠકમાં મહિન્દા રાજપક્ષે શ્રીલંકાના વડાપ્રધાન પદેથી રાજીનામું આપવા માટે સંમત થય

શ્રીલંકા ભયંકર આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યો છે જેના પગલે સરકારેન ફરીથી ગઈકાલે મધરાતથી જ ઈમરજન્સી લાગુ કરવાની ફરજ પડી હતી. આ સ્થિતિ વચ્ચે શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે ટૂંક સમયમાં પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. નોંધનીય છે કે, આજે સ્થિતિ એવી ઉભી થઈ છે કે, સોનાની લંકા કહેવાતા દેશ પાસે આજે વિદેશી દેવું ચૂકવવા તેમજ આવશ્યક ચીજવસ્તુઓની આયાત કરવા માટે પૈસા બચ્યા નથી. એટલું જ નહીં તેમને ખાદ્યપદાર્થો, બળતણ અને દવા જેવી આવશ્યક ચીજવસ્તુઓ પણ મળી રહી નથી.

અહેવાલો અનુસાર, રાષ્ટ્રપતિ ભવનમાં કેબિનેટની એક વિશેષ બેઠક યોજાઈ હતી, જેમાં મહિન્દા રાજપક્ષે શ્રીલંકાના વડાપ્રધાન પદેથી રાજીનામું આપવા માટે સંમત થયા છે. શ્રીલંકાના કેબિનેટને જણાવવામાં આવ્યું છે કે મહિન્દા રાજપક્ષેને દેશમાં ચાલી રહેલા આર્થિક સંકટનો સામનો કરવામાં નિષ્ફળતાના કારણે રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું છે. રાજીનામું આપતાની સાથે જ કેબિનેટનું પણ વિસર્જન થઈ જશે. મહિન્દા રાજપક્ષેએ કહ્યું છે કે જો તેમનું રાજીનામું જ શ્રીલંકાના આર્થિક સંકટનો એકમાત્ર ઉકેલ છે, તો તેઓ તે કર

(9:52 pm IST)