Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

આગામી 24 કલાકમાં બંગાળની ખાડી પર પહોંચશે ચક્રવાત ‘અસાની’: તટીય રાજ્યોમાં હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર

વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરથી 10થી 11 મે સુધી પહોંચશે: અંડમાન અને નિકોબારમાં ભારે વરસાદની સંભાવના: બંગાળની ખાડીની આસપાસ 45 થી 65 કિ.મી.પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

નવી દિલ્હી :  બંગાળની ખાડીમાં ઉદભવેલા ચક્રવાતે પોતાની અસર શરૂ કરી દીધી છે. જેથી દેશના અનેક રાજ્યોમાં હવામાન બદલાઈ રહ્યું છે. આગામી 24 કલાકમાં વાવાઝોડું બંગાળની ખાડી પર પહોંચી જશે. આ દરમિયાન કેટલાક રાજ્યોમાં 45 થી 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જેથી અનેક સ્થળો પર ભારે વરસાદ ખાબકવાની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર વાવાઝોડું આંધ્રપ્રદેશ અને ઓડિશા પાસે 10 મેના રોજ પહોંચી જશે. આ વાવાઝોડાનું નામ ‘અસાની’ રાખવામાં આવ્યું છે.

આ ચક્રવાત વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરથી 10થી 11 મે સુધી પહોંચશે. અસાની ચક્રવાતને લઈ હવામાન વિભાગ તરફથી ચેતવણી ઈશ્યૂ કરવામાં આવી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કેસ અંડમાન અને નિકોબારમાં ભારે વરસાદની સંભાવના છે. આ દરમિયાન બંગાળની ખાડીની આસપાસ 45 થી 65 કિ.મી.પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

આ સિવાય દરિયા કિનારે રહેતા નાગરિકોને પણ એલર્ટ કરાયા છે. તેમજ માછીમારોને ચેતવણી આપી છે કે આગામી ત્રણથી ચાર દિવસ દરિયામાં માછીમારી માટે ન જાય.

   
 
   
(9:56 pm IST)