Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ટ્રેવિસ હેડ અને તેની ગર્ભવતી મંગેતર જેસિકા ડેવિસ બે વખત સદભાગ્યે મરતા બચી ગયા

પહેલા ઈમરજન્સી લેન્ડિંગ અને પછી પ્લેન લપસી ગયું :ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ટ્રેવિસ હેડ અને તેની મંગેતર જેસિકા ડેવિસના પ્લેનનું એક અજાણ્યા ટાપુ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ટ્રેવિસ હેડ અને તેની મંગેતર જેસિકા ડેવિસ બચી ગયા હતા. બંને માલદીવમાં રજાઓ ગાળીને એક નાના વિમાનમાં ઘરે પરત ફરી રહ્યા હતા. આ સમય દરમિયાન, હવામાં ખામી સર્જાતા એક ટાપુ પર વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. 

જેસિકાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી આ જાણકારી આપી છે. તેણે લખ્યું, માલદીવથી મારા ઘરે જતા રસ્તામાં થોડી સમસ્યા આવી હતી. આ કારણે અમારી એક કલાકની ફ્લાઈટને 30 મિનિટની અંદર એક ટાપુ પર લેન્ડ કરાવવામાં આવી હતી. અમારું ઘર માત્ર 45 મિનિટના અંતરે હતું. તેણે કહ્યું કે જ્યારે વિમાને ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું તો બીજા પ્રયાસમાં વિમાન રનવે પર લપસીને જમીન પર ઉતરી ગયું. ઉલ્લેખનીય છે ટ્રેવિસ હેડની મંગેતર જેસિકા 6 મહિનાની ગર્ભવતી છે.

ટ્રેવિસ હેડની મંગેતરે લખ્યું, "આ એક ફિલ્મ જેવું લાગતું હતું. કર્મચારીઓએ અમને અને તમામ મુસાફરોને એક રૂમમાં બંધ કરી દીધા હતા જ્યાં પાણી, મોબાઇલ સિગ્નલ અને સંદેશાવ્યવહારનું કોઈ સાધન નહોતું. આ કારણે બાકીના પેસેન્જર સ્ટાફ પર પણ ભારે રોષ જોવા મળ્યો હતો. લગભગ 45 મિનિટ સુધી બધાને અહીં બંધ રાખવામાં આવ્યા હતા, જેના કારણે લોકો વધુ ડરી ગયા હતા. જેસિકાએ લખ્યું, "આખરે, સ્ટાફ અમને તે રૂમમાંથી બહાર લઈ ગયો અને અમને એક સરસ રૂમમાં લઈ ગયો. બેઠકની જગ્યા, ટીવી અને વાઇ-ફાઇની સુવિધા પણ હતી. વિમાન બચાવ દરમિયાન લગભગ 4 કલાક દર્દમાં વિતાવ્યા હતા. જેસિકાએ તેની પોસ્ટમાં જણાવ્યું હતું કે તમામ મુસાફરોની તબિયત સારી છે, અને કોઈને કંઈ થયું નથી.

વિકેટકિપર બેટ્સમેન ટ્રેવિસ હેડ ઓસ્ટ્રેલિયા તરફથી 26 ટેસ્ટ, 45 વન ડે અને 17 ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે ટેસ્ટમાં 1578, વનડેમાં 1463 અને ટી20માં 345 રન બનાવ્યા છે. ટ્રેવિસ હેડ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી ચૂક્યો છે.

   
 
   
(11:56 pm IST)