Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન

કોરોના માટે વધુ ૩ રસી પર સંશોધનની પ્રક્રિયા પૂર્ણતાના આરે : નોઝલ રસી ઉપર પણ પરીક્ષણ ચાલુ થઈ ગયુ છે : દરેકને નિઃશુલ્ક રસીકરણ માટે દેશ આગળ વધે છે : રાજય સરકારોને વેકસીન માટે પૂરતી છૂટ આપી છે

કોરોના વાયરસના સંકટ વચ્ચે વડાપ્રધાન મોદી આજે દેશને સંબોધિત કરવાના છે. સોમવારે બપોરના સમયે પીએમઓ તરફથી આ વાત જણાવવામાં આવી હતી. વડાપ્રધાન મોદી ગત વર્ષથી કોરોના મહામારી ફેલાઈ ત્યારથી અનેકવાર દેશને સંબોધિત કરી ચુક્યા છે. આ દરમિયાન જનતા કર્ફ્યુથી લઈ અનલોક, કોરોનાથી સાવધાન રહેવાના સુચનો અને આર્થિક પેકેજ સુધીની મહત્વની જાહેરાતો કરવામાં આવી હતી.

આજે વડાપ્રધાન મોદીએ તેમના રાષ્ટ્રજોગ સંબોધનની શરુઆતમાં કહ્યું હતું કે કોરોનાથી બીજી લહેરથી ભારતીયોની લડાઈ ચાલી રહી છે. દુનિયાના અનેક દેશોની જેમ ભારત પણ પીડામાંથી પસાર થયું છે. કોરોનાથી લડવા માટે એક ઈન્ફ્રાસ્ટ્રકચર ઊભું થયું છે. આપણી લડાઈ હજુ પણ યથાવત છે. એપ્રિલ મેમાં જે પીક આવ્યું તેમાં દર્દીની જરૂરીયાતને પહોંચી વળવા માટે યુદ્ધના ધોરણે કામ કરવામાં આવ્યું.

કોરોના મહામારી ૧૦૦ વર્ષની સૌથી ભયંકર મહામારી છે. કોરોના જેવા અદ્રશ્ય અને રુપ બદલતા દુશ્મન વિરુદ્ધ લડવામાં રસી અસરકારક છે. દુનિયામાં રસીની જે માંગ છે તેને પહોંચી વળવા માટે વેકસીન બનાવતી કંપની ઓછી છે. કલ્પના કરીએ કે ભારત પાસે આપણી પોતાની વેકસીન ન હોત તો શું થાય તેની કલ્પના પણ કરી શકાય નહીં. પરંતુ સરકારે મિશનમોડમાં કામ કર્યું અને ૨૦૧૪થી આજના સમયમાં વેકસીનેશન કવરેજ ૯૦ ટકા કર્યું છે.

વર્તમાન સમયમાં કોવિડ -ોટોકોલનું પાલન કરવું જરૂરી છે. કોરોના સામેની લડાઈ હજુ પણ યથાવત છે. વિશ્વના આશ્ચર્ય વચ્ચે આપણા દેશમાં એક નહીં ૨ મેડ ઈન ઈન્ડિયા રસી બની અને રસીકરણ ચાલી રહ્યું છે. આજે ૨૩ કરોડથી વધુ રસીના ડોઝ લોકોને અપાઈ ચુક્યા છે. આપણે ત્યાં કહેવત છે કે પ્રયત્નમાં સફળતા ત્યારે મળે જ્યારે પોતાનામાં વિશ્વાસ હોય. સરકારને વિશ્વાસ હતો કે વૈજ્ઞાનિક રસી બનાવી લેશે. વૈજ્ઞાનિકો જ્યારે રિસર્ચ કરી રહ્યા હતા ત્યારે સરકારે અન્ય તૈયારી કરી લીધી હતી.

ભારતમાં વેકસીન નિર્માતા કંપનીઓને જરૂરી તમામ મદદ કરવામાં આવી અને સરકાર તેમની સાથે રહી છે. આત્મનિર્ભર ભારત યોજના હેઠળ પણ તેમને હજારો કરોડો રૂપિયા આપવામાં આવ્યા. જેને લઈ આગામી દિવસોમાં રસીની સપ્લાય વધશે. દેશમાં ૩ રસીનું ટ્રાયલ એડવાન્સ સ્ટેજમાં છે અને અન્ય સાત રસી પર રીસર્ચ ચાલે છે.

(5:57 pm IST)