Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

દેશમાં કોરોનાના વળતાપાણી :નવા કેસ એક લાખથી ઓછા : નવા 85.979 પોઝીટીવ કેસ :વધુ 1.83.718 દર્દીઓ રિકવર થયા : વધુ 2094 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.51.323 થયો :એક્ટિવ કેસ ઘટીને 12.97.988 થયા : કુલ કેસની સંખ્યા 2.89.95,633 થઇ

સૌથી વધુ તામિલનાડુમાં 19.448 કેસ,કર્ણાટકમાં 11.958 કેસ,મહારાષ્ટ્રમાં 10.219 કેસ, કેરળમાં 9313 કેસ,ઓરિસ્સામાં 6118 કેસ,પશ્ચિમ બંગાળમાં 5887 કેસ, આંધ્રપ્રદેશમાં 4872 કેસ, તેલંગણામાં 3841 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ 3.50 લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા  છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  

દેશમાં કોરોનાનાં નવા 85.979 કેસ નોંધાયા છે. જ્યારે 1.83.718 દર્દીઓ રિકવર થયા છે  . દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 85.979 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 2094 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,51.323 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 1.83.718 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 2,89.95.633 થઇ છે  એક્ટિવ સંખ્યા ઘટીને 12.97.988 થઇ છે છેલ્લા 24 કલાકમાં 1.83.718 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ  2,73.34.770 લોકોએ કોરોનાને મહાત આપી છે

દેશમાં સૌથી વધુ તામિલનાડુમાં 19.448 કેસ,કર્ણાટકમાં 11.958 કેસ,મહારાષ્ટ્રમાં 10.219 કેસ, કેરળમાં 9313 કેસ,ઓરિસ્સામાં 6118 કેસ,પશ્ચિમ બંગાળમાં 5887 કેસ, આંધ્રપ્રદેશમાં 4872 કેસ, તેલંગણામાં 3841 કેસ નોંધાયા છે 

(1:12 am IST)