Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

લદ્દાખ સરહદે ચીનની ચાલાકીઓનો સેના આપશે જડબાતોડ જવાબ : લાઈટ વેટ ટેંક વિકસાવવામાં આવશે

લદાખ સરહદે સ્વદેશી લાઈટ વેટ ટેંક તૈનાત કરાશે : ટેંકની ફાયરિંગ રેંજ 18 થી 54 કિલોમીટર સુધીની હશે

નવી દિલ્લી તા.04 : લદ્દાખ સરહદેચીનની અવરચંડાઇ વધતાં સેના હવે ચીનને જડબાતોડ જવાબ આપશે. DRDO અને L&T દ્વારા લાઈટ વેટ ટેંક વિકસાવવામાં આવી રહી છે. જેને લદાખ સરહદે તૈનાત કરી દેવામાં આવશે. આ ટેંક માત્ર વજનમાં હલકી હશે, પરંતુ તેની મારક ક્ષમતા અવિશ્વનીય છે.

ચીન કોઇપણ પ્રકારની અવળચંડાઇ કરશે તો આ ટેંક તેના પર મોત બનીને વરસશે. વર્ષ 2023 સુધી ભારતીય સેનાને લાઈટ વેટ ટેંક આપવામાં આવશે. આ ટેંક રક્ષા સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અને લાર્સેન એંડ ટુબ્રો દ્વારા બનાવવામાં આવશે. પ્રથમ લાઈટ વેટ ટેંક મેક-1 સિરીઝની હશે. પરંતુ, આ વાતની સત્તાવાર ખરાઈ કરવામાં આવી નથી અને આ મોડલ અને કોઈ ચોક્કસ માહિતી મળી નથી. પરંતુ, જાણવા મળી રહ્યું છે કે આ ટેંકને K-9 વજ્ર-T ના પ્લેટફોર્મ પર બનાવવામાં આવશે.

K-9 વજ્ર-T ની 155 કિલોમીટર સુધી સેલ્ફ પ્રોપેલ્ડ આર્ટીલરી છે. આવી 100 તોપ ભારતીય સેનામાં છે. આ ઉપરાંત વધુ 200 તોપ આવી શકે છે. આ ટેંક કોરિયા દ્વારા બનાવવામાં આવી રહી છે, પરંતુ, દેશની ભૌગોલિક સ્થિતિ મુજબ તેમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ કામ સ્વદેશી કંપની જ કરી રહી છે. આ ટેંકની ફાયરિંગ રેંજ 18 થી 54 કિલોમીટર સુધીની હશે. તેનો અર્થ એ થયો કે આટલા દૂર બેઠેલ દુશ્મન પણ આ ટેન્કના પ્રહારથી બચી નહી શકે. આનો ઉપયોગ ચીન સાથે થયેલ સંઘર્ષ દરમિયાન પણ કરવામાં આવ્યો હતો. તેમાંથી 48 રાઉન્ડ ફાયર કરી શકાય છે. ઓપરેશનલ રેંજ 360 કિમી અને વધુમાં વધુ સ્પીડ 67 કિમી પ્રતિ કલાકની છે.

તાજેતરમાં, એક કાર્યક્રમમાં, DRDO ના ચીફ ડૉ. જી સતીશ રેડ્ડીએ કહ્યું હતું કે લાઈટ વેટ ટેંકનું ઝડપથી ચાલી રહ્યું છે. વર્ષ 2023 સુધી આ ટેંક સંપુર્ણ રીતે તૈયાર થઇ જશે. જો કે, ભારતીય સેના તરફથી આ લાઈટ વેઇટ ટેંકને લઈને કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. જોકે, વર્ષની શરૂઆતમાં રક્ષા મંત્રાલય દ્વારા એક લીસ્ટ તૈયાર કરી હતી. જેમાં કહેવાયું હતું કે આત્મનિર્ભર ભારત યોજના અંતર્ગત હથિયારોનું નિર્માણ સ્વદેશી કંપની દ્વારા કરવામાં આવશે. આ લિસ્ટમા 101 બાબતો આવરી લેવામાં આવી હતી અને બીજી લીસ્ટમાં 108 બાબતો આવરી લેવામાં આવી છે.

ચીન સાથે સરહદ વિવાદ દરમિયાન પૂર્વ લદાખ પાસે LAC પર લાઈટ વેટ ટેંકની જરૂરિયાત વર્તાઈ હતી. પરંતુ, ભારતીય સેના પાસે આ પ્રકારની ટેંક નહોતી. K-9 વજ્ર-T તોપ ભારતીય સેનાની સૌથી લાઈટ વેટની તોપ છે. તેનો વજન 35 ટન છે. T-72 નું વજન 45 અને T-90 નો 46 ટન વજન છે. આટલી ભારે ટેંકોને આટલી ઊંચાઈ પર લઇ જવી મુશ્કેલ હતું. તેના કારણે લાઈટ વેટ તોપની જરૂરિયાત ઉદભવી હતી. ગતવર્ષે ભારતીય સેનાએ 350 લાઈટ વેટ તોપ, જેનું વજન 25 ટનથી પણ ઓછું હોય, તેના માટે રીક્વેસ્ટ ઓફ ઇન્ફોર્મેશન માંગ્યું છે. આ તોપોને વધુ ઊંચાઈવાળા વિસ્તારોમાં તૈનાત કરવામાં આવશે.

(10:44 pm IST)