Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

કરોડોનો માલિક રણવીર સિંહની નેટવર્થ જાણીને થઈ જશો હેરાન : 300 કરોડની પ્રોપર્ટીનાં માલિક પહેરે છે લાખો રૂપિયાનાં બૂટ

રણવીર સિંહની નેટવર્થ 223 કરોડથી પણ વધુ હોવાના આહેવાલો સામે આવ્યા, રણવીર સિંહ પાસે છે અંદાજે 68 લાખનાં શૂઝ

મુંબઈ તા. 06 : પોતાના રંગીલા અંદાજ અને ફંકી લૂક માટે પ્રખ્યાત આભિનેતા રણવીર સિંહ તેની ફેશન સેન્સ અને ધમાકેદાર ફિલ્મોના કારણે તે હંમેશા ચર્ચામાં રહે છે, રણવીર સિંહની ગણતરી ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ કમાણી કરનાર અભિનેતાઓમાં થાય છે. મીડિયા રિપોર્ટ અનુસાર, રણવીર સિંહની નેટવર્થ 223 કરોડથી પણ વધુ છે, આટલું જ નહિ રણવીર પાસે અંદાજે 300 કરોડ રુપિયાની પ્રોપર્ટી પણ છે,

સિંધી હિન્દુ પરિવારમાં જન્મેલો રણવીર સિંહ બાળપણથી જ એક્ટર બનવાનું સપનું જોતો હતો, મીડિયા રિપોર્ટ અનુસાર, રણવીર સિંહ તેના સફળ કરિયરના કારણે ઈન્ડ્રસ્ટ્રીમાં એક અનોખી ઓળખ મેળવી છે, રણવીર સિંહની નેટવર્થ 223 કરોડથી પણ વધુ છે, અભિનેતાની કમાણી ફિલ્મોથી મળનારી ફી , જાહેરાતો અને સ્ટેજ શો પર નિર્ભર કરે છે, રણવીર સિંહ સૌથી વધુ કમાણી કરનાર સ્ટારથી જાણીતો છો, આટલું જ નહિ રણવીર પાસે અંદાજે 300 કરોડ રુપિયાની પ્રોપર્ટી પણ છે,

મીડિયા રિપોર્ટ અનુસાર, રણવીર કેટલીક ખાસ વસ્તુઓનો શોખીન છે, ફેશનેબલ સ્ટારમાં સામેલ રણવીરને શૂઝનો ખુબ શોખ છે, તેની પાસે શૂઝનું શાનદાર કલેક્શન છે. રણવીર સિંહ પાસે અંદાજે હજારથી પણ વધુ શૂઝ છે. જેની કિંમત 68 લાખ રુપિયા છે, તેમજ અભિનેતાની પાસે અનેક આલિશાન ઘર છે. રણવીરનું પર્સનલ રોકાણ અંદાજે 75 કરોડ હોવાનું જાણવામાં આવી રહ્યું છે, સાઉથ મુંબઈમાં અભિનેતા પાસે 8 કરોડ રુપિયાનું એક આલિશાન અપાર્ટમેન્ટ છે, ગોવામાં પણ એક બંગલો છે, જેની કિમત 9 કરોડથી પણ વધુ છે

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની જોડી તેમના ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. પછી તે ફિલ્મોમાં હોય કે વાસ્તવિક જીવનમાં. દીપિકા અને રણવીરના ચાહકો બંનેની એક સાથે એક ઝલક મેળવવા માટે ખુબ જ ઉત્સુક હોય છે. ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા પછી, રણવીર અને દીપિકાએ વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા અને લગ્ન પછી પણ બંને ફિલ્મી પડદે એકબીજા સાથે કામ કરી રહ્યા છે.

(12:14 am IST)