Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

કાલી ફિલ્મના પોસ્ટર વિવાદ વચ્ચે ડિરેક્ટર લીનાએ હવે ભગવાન શિવ -માં પાર્વતીને ધુમ્રપાન કરતા બતાવ્યા !!

ભાજપ નેતાએ કહ્યું - આ રચનાત્મક અભિવ્યક્તિની વાત નથી, આ જાણી જોઇને ઉકસાવવાની ઘટના : અન્ય યુઝર્સ પણ ભડક્યા

મુંબઈ :  કાલી ફિલ્મના પોસ્ટર વિવાદ વચ્ચે ડિરેક્ટર લીના મણિમેકલઇએ વધુ એક ટ્વિટ કર્યુ છે. જેની પર ફરી તેની પર વિવાદ થયો છે. આ તસવીરમાં ભગવાન શિવ અને માં પાર્વતીનો રોલ કરી રહેલા એક્ટર્સને ધૂમ્રપાન કરતા બતાવવામાં આવ્યા છે.

તસવીર ટ્વીટ કરતા લીનાએ લખ્યુ, ક્યાક બીજે, જેની પર ટ્વિટર યૂઝર્સ તેમને ઘેરી રહ્યા છે. એકે લખ્યુ કે તે માત્ર નફરત ફેલાવી રહી છે. બીજાએ લખ્યુ કે તેમને પોતાના ધર્મનું અપમાન કરવાનું બંધ કરવુ જોઇએ.

લીના મણિમેકલઇ દ્વારા ટ્વીટ કરવામાં આવેલી તસવીર પર રાજનેતાઓના નિવેદન આવવાના શરૂ થઇ ગયા છે. ભાજપના નેતા શહજાદ પૂનાવાલાએ નિવેદન આપ્યુ છે, તેમણે લખ્યુ કે આ રચનાત્મક અભિવ્યક્તિની વાત નથી, આ જાણી જોઇને ઉકસાવવાની ઘટના છે.

શહજાદ પૂનાવાલાએ લખ્યુ કે લીનાનો ઉત્સાહ એટલા માટે વધી રહ્યો છે કારણ કે તેને ખબર છે કે લેફ્ટ પાર્ટી, કોંગ્રેસ, ટીએમસી તેને સપોર્ટ કરી રહી છે. અત્યાર સુધી ટીએમસીએ મહુઆ મોઇત્રા પર એક્શન લીધી નથી.

લીનાની ફિલ્મ કાલીના પોસ્ટર પર તાજેતરમાં વિવાદ થયો હતો, આ પોસ્ટરમાં માં કાલીને સિગારેટ પીતા બતાવવામાં આવી હતી. વિવાદ બાદ ટ્વિટરે પ્રોડ્યૂસર-ડિરેક્ટર લીનાની પોસ્ટ હટાવી દીધી હતી. લીનાની ડૉક્યૂમેન્ટ્રી ફિલ્મ કાલીના પોસ્ટરમાં માં કાલીને સિગારેટ પીતા બતાવવામાં આવી હતી. આ સાથે જ તેના એક હાથમાં એલજીબીટી સમુદાયનો ઝંડો પણ જોવા મળી રહ્યો હતો. ફિલ્મ કાલીના પોસ્ટરને લઇને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેટલાક રાજ્યમાં ફરિયાદ દાખલ થઇ ગઇ છે. દિલ્હી, યુપી અને મુંબઇમાં આ ફિલ્મના પોસ્ટરને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોચાડનાર ગણાવીને ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે

(11:22 am IST)