Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

ગિરિમથકો મહાબળેશ્વરમાં ૮, માથેરાનમાં ૬ ઇંચથી વધુ વરસાદ

કુદરતી સૌંદર્ય ખીલતાં બંને મથકોએ પર્યટકોનો ધસારો વધી શકે છે

મુંબઇ,તા. ૭ : મહારાષ્ટ્રનાં જાણીતાં  ગિરિ મથકો  મહાબળેશ્વર અને માથેરાનમાં છેલ્લા ત્રણેક   દિવસથી રસતરબોળ વરસાદ વરસી રહ્યો    છે. વરૂણ દેવની ભરપૂર કૃપા વરસી રહી હોવાથી  આ  બંને    ગિરિ મથકોમાં   પ્રાકૃતિક સૌંદર્ય પૂરબહારમાં રેલાયું  છે.સહેલાણીઓ પણ  આવા વરસાદી વાતાવરણનો ભરપૂર  આનંદ માણી રહ્યાં હોવાના સમાચાર   મળે  છે.

સાતારા જિલ્લામાં આવેલા  મહાબળેશ્વરમાં   છેલ્લા   ૨૪ કલાકમાં   ૨૧૩.૪ મિલિમીટર(૮.૫૩ ઇંચ) વર્ષા  નોંધાઇ છે.  જયારે   ગઇ કાલે બુધવારે , ૬, જુલાઇ-૨૦૨૨ સુધીમાં  મોસમમાં કુલ  ૯૨૦.૪ મિલિમીટર (૩૬.૮૧ ઇંચ) વરસાદ નોંધાયો  છે.

મહાબળેશ્વર ગિરિસ્‍થાન નગરપરિષદનાં સૂત્રોએ    એવી માહિતી  આપી હતી કે  ૨૦૨૧ની તા.૬ જુલાઇ સુધીમાં  અહીં ૧૩૬૯.૧૦ મિલિમીટર(૫૩.૯૦ ઇંચ)  વરસાદ  નોંધાયો હતો. આમ  ગયા ૨૦૨૧ના ચોમાસાની  સરખામણીએ મહાબળેશ્વરમાં ૨૦૨૨ની તા.૬ જુલાઇ સુધીમાં ૧૭ ઇંચ વરસાદ ઓછો  વરસ્‍યો છે.

મહારાષ્ટ્રના બીજા  ગિરિ મથક માથેરાનમાં પણ ૧૬૨.૬મિ.મિ.(૬.૫૦ ઇંચ) વર્ષા થઇ હતી. માથેરાનમાં સુધીમાં  ૯૪૩.૭ મિ.મિ.(૩૭.૭૪ ઇંચ) વરસાદ નોંધાયો   છે. વરસાદી માહોલને   કારણે  માથેરાનમાં પણ અપાર  કુદરતી સૌંદર્ય   ખીલી   ઉઠયું    હોવાથી સહેલાણીઓ મન ભરીને આનંદ માણી રહ્યાં  છે.

(11:04 am IST)