Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

૧૨ સાંસદો હવે ઉધ્ધવનો પક્ષ છોડવાની તૈયારી કરી રહ્ના છે

શિવસેનાના ભૂતપૂર્વ પ્રધાન ગુલાબ રાવ પાટીલે દાવો કર્યો

મુંબઇ તા. ૭ : મહારાષ્ટ્રનુઁ રાજકારણ ફરી ઍકવાર ગરમ થઈ શકે છે. કારણ કે પાટીલે દાવો કર્યો છે કે શિઁદે જૂથ જ અસલી શિવસેના છે અને શિઁદે જૂથ શિવસેનાનુઁ સન્માન પુનઃસ્થાપિત કરશે. આવી સ્થિતિમાઁ નવા રાજકીય સમીકરણમાઁ કોની તરફ જાય છે તે જાવાનુઁ રહેશે.

શિવસેનાના ૪૦ ધારાસભ્યો બાદ હવે પાર્ટીના ૧૨ સાઁસદો મુખ્યમઁત્રી ઍકનાથ શિઁદેના જૂથમાઁ જાડાવાની તૈયારી કરી રહ્ના છે. શિઁદે જૂથના ધારાસભ્ય અને પૂર્વ મઁત્રી ગુલાબરાવ પાટીલે આ દાવો કર્યો છે. ઍક દિવસ પહેલા દક્ષિણ મધ્ય મુઁબઈના શિવસેનાના સાઁસદ રાહુલ શેવાળેઍ રાષ્ટ્રપતિની ચૂઁટણીમાઁ ભાજપના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની તરફેણમાઁ મત આપવા માટે ઉદ્ઘવ ઠાકરેને પત્ર લખ્યો છે. જયારે શિવસેના પહેલાથી જ વિપક્ષી ઉમેદવાર યશવઁત સિઁહાના સમર્થનમાઁ છે.

શિવસેનામાઁ જયાઁ ઉદ્ઘવ ઠાકરેના આદેશને સર્વોપરી માનવામાઁ આવે છે, ત્યાઁ રાહુલ શેવાળેઍ તેમને પત્ર લખીને પોતાનુઁ વલણ વ્યક્ત કર્યુઁ છે. આનાથી શિવસેનાના સાઁસદો શિઁદે જૂથમાઁ જાડાયા હોવાની ચર્ચાને પણ વેગ મળ્યો છે. ગુલાબ રાવ પાટીલે દાવો કર્યો કે, ૫૫ માંથી ૪૦ ધારાસભ્યો ઉપરાઁત ૨૨ પૂર્વ ધારાસભ્યો પણ અમારી સાથે છે. પાટીલે કહ્નાઁ કે શિઁદે જૂથ ઍ જ વાસ્તવિક શિવસેના છે અને શિઁદે જૂથ શિવસેનાનુઁ સન્માન પુનઃસ્થાપિત કરશે.

શિઁદે જૂથમાઁ આવતા શિવસેનાના સાઁસદોમાઁ પહેલુઁ નામ તેમના પુત્ર શ્રીકાઁત શિઁદેનુઁ છે, જે કલ્યાણના સાઁસદ છે. આ ઉપરાઁત રામટેકથી રામકૃપાલ તુમાને, હિઁગોલીના હેમઁત પાટીલ, શિરડીથી સદાશિવ લોખઁડે, યવતમાલથી ભાવના ગવળી, દક્ષિણ-મધ્ય મુઁબઈથી રાહુલ શેવાળે, બુલઢાણાથી ­તાપરાવ જાધવ, પાલઘરથી રાજેન્દ્ર ગાવિત, નાસિકથી હેમઁત ગોડસે, શ્રીરઁગ બારણે માવલ અને થાણેથી રાજન વિચારેના નામની ચર્ચા છે.

તે જ સમયે, ઉદ્ઘવ ઠાકરે કેમ્પમાઁ ૭ સાઁસદો છે, જેમાઁ દક્ષિણ મુઁબઈથી અરવિઁદ સાવઁત, ઉત્ત્।ર-પડ્ઢિમ મુઁબઈથી ગજાનન કીર્તિકર, ઉસ્માનાબાદથી અોમરાજે નિમ્બાલકર, હટકલાઁગેથી ધૈર્ય માને, પરભણીથી સઁજય બઁધુ જાધવ, કોલ્હાપુરથી સઁજય માઁડલિકનો સમાવેશ થાય છે અને દાદરા નગર હવેલી, કલાબેન ડેલકર.

(11:42 am IST)