Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

શ્રી સંતરામ ભક્ત સમાજ યુ.એસ.એ.ના ઉપક્રમે 24 જુલાઈ 2022 રવિવારના રોજ ' ગુરુ પૂર્ણિમા વાર્ષિક ઉત્સવ ' : સમરસેટ ન્યુજર્સી મુકામે આયોજિત 29 મા વાર્ષિક ઉત્સવનો સમય સવારે 11 - 30 થી સાંજના 7 - 00 વાગ્યા સુધી : રાજ તથા સ્મૃતિ પંડ્યાના મધુર કંઠે સંતરામ પદો તથા ભજનોનું સંગીતમય આયોજન : સત્સંગનું જીવંત પ્રસારણ કરાશે : પુર્ણાહુતી બાદ મહાપ્રસાદની વ્યવસ્થા

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : બ્રહ્મલીન અષ્ટમ મહંત પ.પૂ.બ્રહ્મલીન શ્રી નારાયણદાસજી મહારાજશ્રી પ્રેરિત તથા પ્રાતઃ સ્મરણીય પ.પૂ.શ્રી રામદાસજી મહારાજશ્રીના શુભ આશીર્વાદ સહ શ્રી સંતરામ ભક્ત સમાજ યુ.એસ.એ.દ્વારા યુક્રેનિયન ક્લચર સેન્ટર , 135 ડેવિડસન એવ સમરસેટ  ન્યુજર્સી ખાતે 24 જુલાઈ 2022 રવિવારના રોજ 29 મો ગુરુપૂર્ણિમા વાર્ષિક ઉત્સવ તથા સંતરામ સત્સંગ નં . 85 નું આયોજન કરાયું છે. જેનો સમય સવારે 11 - 30 થી સાંજના 7 - 00 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે.

સંતરામ સત્સંગની શુભ શરૂઆત શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોતમ અને શ્રી શિવ મહિમા સ્ત્રોતમ પાઠના સમૂહ સ્તવન દ્વારા કરવામાં આવશે.સત્સંગ દરમિયાન નડિયાદથી ટેલિફોન દ્વારા પ્રાતઃ સ્મરણીય પ.પૂ.શ્રી રામદાસજી મહારાજશ્રીના શુભ આશીર્વાદ પ્રાપ્ત થશે.રાજ અને સ્મૃતિ પંડ્યા દ્વારા ભજન સંગીતનો કાર્યક્રમ તેમજ સંતરામના પદો - ભજનોનું આયોજન કરવામાં આવેલ છે.તો દરેક ભક્તોને ગુરુપૂર્ણિમા સંતરામ સત્સંગમાં સમયસર પધારવા નિમંત્રણ છે.સત્સંગ પુર્ણાહુતી બાદ મહાપ્રસાદની વ્યવસ્થા રાખેલ છે.

સત્સંગનું જીવંત પ્રસારણ બપોરે 12 - 00 વાગ્યે ( ઇસ્ટર્ન ટાઈમ ) મુજબ કરાશે . જેમાં  www.facebook.com/SantramNadiad દ્વારા જોડાઈ શકાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે 29 વર્ષ પહેલા બ્રહ્મલીન પ.પૂ. શ્રી નારાયણદાસજી મહારાજશ્રીની આજ્ઞાનુસાર 3 જુલાઈ 1993 ના રોજ સૌપ્રથમવાર સંતરામ સત્સંગની ઉજવણી ન્યૂજર્સીના ચર્ચનો હોલ ભાડે રાખીને 150 થી 175 સત્સંગીઓની ઉપસ્થિતિમાં કરાઈ હતી

 

.સર્વે ભક્તોને ખાસ વિનંતી કે Car Pooling કરવું હિતાવહ છે.


જે ભક્તોના નામ સરનામાં તેમજ ટેલિફોન નંબર બદલાયા હોય તેઓએ શ્રી સંતરામ ભક્ત સમાજ યુ.એસ.એ.પોસ્ટ બોક્સ નંબર 32155 ,નેવાર્ક ન્યુજર્સી 07102 ઉપર લખી જણાવવા વિનંતી છે.

શ્રી સંતરામ મંદિરમાંથી પ્રસાદી તરીકે મળેલ છઠ્ઠીનું કાપડ ,કંઠી ,અને સાહિત્ય પ્રકાશનનો લાભ લેવા સંપર્ક ( 732 ) 906 -0792 દ્વારા સંપર્ક સાધવો .

નોંધ : સમાજ તરફથી અથવા મંદિરના નામે કોઈપણ પ્રકારનો ફંડફાળો અથવા ભંડોળ ઉઘરાવવામાં આવતું નથી.તેની સર્વે હરિભક્તોએ નોંધ લેવી.

વિશેષ માહિતી શ્રી સંતરામ સમાધિ સ્થાન ,નડિયાદ www.santram.org દ્વારા મેળવી શકાશે.

શ્રી સંતરામ ભક્ત સમાજ યુ.એસ.એ. નો ટેલિફોન નંબર ( 732 ) 906 -0792 ,ફેક્સ નંબર  ( 732 ) 497 -2730 ,વેબસાઈટ www.santram.org તથા ઈમેલ info@santram.org છે.

આગામી દિવાળી સત્સંગ એસેક્સ કાઉન્ટી કોલેજ નેવાર્ક ન્યુજર્સી મુકામે સંભવત 5 નવેમ્બર 2022 શનિવારના રોજ યોજાશે.

(10:52 pm IST)