Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

સરકાર શ્વાસ લેવા પર પણ હવે જીએસટી લગાવે એ દિવસો દૂર નથીઃ વિપક્ષી સરકારોને કેવી રીતે પાડવી તેના પર જ ધ્‍યાન આપે છે

સરકારઃ આપ પ્રવકતા રીના ગુપ્તાના પ્રહારો

નવી દિલ્‍હીઃ દેશભરમાં વધી રહેલી મોંઘવારી વચ્‍ચે કોંગ્રેસ આર્થિક મોરચે સરકાર નિષ્‍ફળ ગઇ હોવાનો આક્ષેપ કરી રહી છે ત્‍યારે મંગળવારે ગેસ સીલીન્‍ડરના ભાવવધારા પર આપ પ્રવકતા રીના ગુપ્તાએ એક ટીવી ડીબેટ દરમ્‍યાન કહ્યું કે એ દિવસો દૂર નથી જ્‍યારે સરકાર શ્વાસ લેવા પર પણ જીએસટી લગાવી દેશે.

રીના ગુપ્તાએ કહ્યું કે જયારથી મોદી સરકાર આવી છે. ત્‍યારથી કેન્‍દ્ર સરકારનું ફોકસ છે કે દેશના લોકોને કેવી રીતે ગુંચવાયેલા રાખવા. કેવી રીતે હિંદુ-મુસ્‍લીમ રાજકારણ કરવું તેમણે કહ્યુ કે ઉદયપુર અને જમ્‍મુ કાશ્‍મીરની ઘટનાઓથી સ્‍પષ્‍ટ થઇ ગયુ છે કે ભારતીય જનતા પાર્ટીના લોકોએ આ પ્રકારની ઘટનાઓ કરી છે. અથવા કરાવી છે. તેમણે કહ્યું કે ભાજપાનું ફોકસ છે કે આતંકવાદી ઘટનાઓ કરાવો અને લોકોનું ધ્‍યાન મુખ્‍ય મુદ્દા પરથી હટાવો.

આપ પ્રવકતાએ કહ્યું કે કાલે જ આવેલા કે ગના રિપોર્ટમાં કહેવાયું છે કે દિલ્‍હી સરકારે પોતાનું બજેટ બહુ સારી રીતે મેનેજ કર્યું છે. તેમણે કહ્યું કે મોદી સરકારનું સંપૂર્ણ ધ્‍યાન એ વાત પર જ હોય છે કે વિપક્ષી સરકારોને કેમ પાડવી. તેમણે સવાલ કર્યો કે મહારાષ્‍ટ્રમાં તેમણે જે ધારાસભ્‍યો ખરીધ્‍યા તેના પંસા આપણા ટેક્ષમાંથી જ આવ્‍યા છે.

એંકરે તેમને વચ્‍ચેથી ટોકતા કહ્યું કે દિલ્‍હી સરકાર પણ જાહેરાત પર ખર્ચ કરી રહી છે. આપ સરકાર પાસે પણ ઓછા પૈસા નથી. તેના જવાબમાં આપ પ્રવકતાએ કહ્યું કે અમારી સરકાર જાહેરાત પર ફકત એક ટકાનો ખર્ચ કરે છે અને તે પણ એટલા માટે કે આપ સરકાર જે સારા કામ કરી રહી છે તે પ્રજા સુધી લઇ જવા જરૂરી છે.

(3:41 pm IST)