Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

ઘઉં બાદ હવે ઘઉંના લોટ-મેંદા, સોજીની નિકાસ પર મૂકાયો પ્રતિબંધ

નવી દિલ્‍હી, તા.૭: ઘઉંની નિકાસ પર પતિબંદ મૂકાયા બાદ હવે ભારત સરકારે ઘઉંના લોટ અને તેના જેવી અન્‍ય પ્રોડક્‍ટો નિકાસ પર પણ કડક અંકુશો લાદ્યા છે. સરકારે ઘઉંના લોટની નિકાસ માટે તમામ નિકાસકારોએ હવે ઇન્‍ટર મિનિસ્‍ટ્રિયલ કમિટી ઓન વ્‍હિટ એક્‍સપોર્ટ્‍સ પાસેથી પૂર્વ મંજૂરી લેવી પડશે.

એટલે કે સરકારે ઘઉંના લોટ, મેંદા, સોજીની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકયો નથી પરંતુ તેની કમિટી પાસેથી પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત બનાવી છે. ડિરેક્‍ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી)એ બુધવારે એક જારી કરેલા નોટિફિકેશન મુજબ આ નવા અંકુશો ૧૨મી જુલાઇથી લાગુ થશે. ૬ જુલાઇ કે તેની પહેલા લોડ કરાયેલી શિપમેન્‍ટ કે ૧૨ જુલાઇની પહેલા કસ્‍ટમ પાસે સબમિટ કરાયેલા કન્‍સાઇમેન્‍ટની નિકાસને મંજૂરી આપવામાં આવશે. ઘઉંની નિકાસ પર પ્રતિબંધ બાદ નિકાસકારો હવે ઘઉંના લોટની મોટા -માણમાં નિકાસ કરી રહ્યા હોવાના અહેવાલો મળ્‍યા છે. ઘઉંના લોટનો મોટો જથ્‍થો વિદેશમાં મોકલવામાં આવી રહ્યો હોવાથી સ્‍થાનિક બજારમાં તેના ભાવ વધ્‍યા છે.

(4:34 pm IST)