Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

કુલ્લુ અને શીમલામાં ભારે વરસાદને કારણે અચાનક પૂર અને ભૂસ્ખલનની ઘટનામાં પાંચ લોકોના મોત

શિમલાના ઝાકરીમાં ફિરોઝપુર-શિપકી લા રાષ્ટ્રીય રાજમાર્ગ -5 સહિત અન્ય માર્ગો પણ અવરોધાયા:અનેક વિસ્તારોમાં વીજળી અને પાણી પૂરવઠો પણ પ્રભાવિત થયો

હિમાચલ પ્રદેશના કુલ્લુ અને શીમલામાં ભારે વરસાદને કારણે અચાનક પૂર અને ભૂસ્ખલનની ઘટનામાં બુધવારે રાત્રે પાંચ લોકોના મોત થયા હતા અને અન્ય પાંચ લોકો ગુમ થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર કુલ્લુમાં ત્રણ લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે. તો પાંચ ગુમ થયેલા લોકોના પણ મોત થયા હોવાની આશંકા છે. કુલુમાં મલાના વીજળી પરિયોજનામાં કામ કરી રહેલા 25થી વધુ કર્મચારીઓને એક ઈમારતમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

રાજધાની શીમલાના ઝાકરીમાં ફિરોઝપુર-શિપકી લા રાષ્ટ્રીય રાજમાર્ગ -5 સહિત અન્ય માર્ગો પણ અવરોધાયા છે. અનેક વિસ્તારોમાં વીજળી અને પાણી પૂરવઠો પણ પ્રભાવિત થયો છે. શીમલાના બહારના વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે 14 વર્ષિય કિશોરીનું મોત થયુ છે, તો અન્ય 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જિલ્લામાં એક જળાશયમાં એક વ્યક્તિનું ડૂબવાથી મોત થયુ છે.

(8:26 pm IST)