Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

આખરે ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ જામશે ! : આગામી મહિને એશિયાઈ મેદાને થશે ટક્કર

ગત વર્ષે ટી20 વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ખેલયો હતો અંતિમ મેચ : આ વર્ષે રમાનાર વર્લ્ડ કપમાં ફરી બંને ટીમો વચ્ચે મેચ રમાશે

નવી દિલ્લી તા. 07  : ભારત  અને પાકિસ્તાન વચ્ચેના મેચની બંને દેશ તેમજ અન્ય દેશોનાં નગારીકો પણ  રાહ જોતાં હોય છે. પરંતુ અમુક સંજોગોની કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે બહુ ઓછા પ્રમાણમાં મેચ થતાં હોય છે. જેમાં ગત વર્ષે ટી20 વિશ્વકપમાં બંને દેશની ટીમો વચ્ચે ટક્કર થઈ હતી, ત્યાર બાદ આ વર્ષ રમાનાર વિશ્વકપમાં બંને વચ્ચે ટક્કર થવાની રાહ જોવાઈ રહી હતી. આ દરમિયાન હવે બંને દેશો વચ્ચે આગામી મહિને જ એશિયાઈ મેદાનમાં મેચ મરાશે. જેને લઈ ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા  મળી રહ્યો છે.

(8:40 pm IST)