Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

બિહારમાં રેલ્વે પોલીસની ગુંડાગીરી : ટિકિટ માંગતા ગુસ્સે થયેલ અધિકારીએ ટી.ટી સાથે મારઝૂટ કરી

ટિકિટ વગર સફર કરી રહેલ રેલ્વે પોલીસ અધિકારી પાસે ટિકિટ માંગતા વૃદ્ધ ટીટીને અધિકારીએ માર માર્યો : શરમજનક ઘટનાનો વિડીયો વાઇરલ

બખ્તિયારપુર તા.07 : મુંગેર-દાનાપુર ભાગલપુર ઇન્ટરસિટી એક્સપ્રેસનાં ટી.ટી.એ  ઈમાનદારી દાખવતાં તેને માર ખાવાનો વારો આવ્યો હતો ! જાણવા મળતી વિગત મુજબ, ટિકિટ વગર મુસાફરી કારી રહેલ આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર પાસે ટિકિટ માંગતા વૃદ્ધ ટી.ટી.ને અધિકારી અને તેના મિત્રએ ફટકાર્યો હતો. જેનો  વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

જાણવા મળતી વિગતો અનુસાર, મુંગેર-દાનાપુર ભાગલપુર ઇન્ટરસિટી એક્સપ્રેસમાં રેલવે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની ગુંડાગીરી સામે આવી છે. આરોપી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ટિકિટ વગર એસી કોચમાં મુસાફરી કરી રહ્યો હતો. જેની પાસે વૃદ્ધ ટી.ટી.એ જ્યારે ટિકિટ માગી ત્યારે તે ગુસ્સે થઈ ગયો હતો અને વૃદ્ધ ટીટીને માર માર્યો હતો. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો હતો.

આરોપી પોલીસ અધિકારી મુંગેર-દાનાપુર ભાગલપુર ઇન્ટરસિટી એક્સપ્રેસમાં ટિકિટ વગર મુસાફરી કરી રહ્યો હતો. વૃદ્ધ ટીટી સુનીલ કુમાર જ્યારે તેમની પાસેથી ટિકિટ માગી ત્યારે તેમણે અભિમાન આવ્યું અને વિચાર્યું કે મારી પાસેથી ટિકિટ માગી, ત્યાર બાદ તેમણે સાથીઓ સાથે મળીને વૃદ્ધ ટીટીને એટલો માર માર્યો કે તેમણે હોસ્પિટલમાં લઈ જવા પડ્યાં હતા.
ટીટીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે મારી ફરિયાદ બખ્તિયારપુર અને મોકામામાં નોંધવામાં આવી નથી. હુમલામાં ઘાયલ થયેલા ટીટીઈને મોકામાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.આ સમગ્ર ઘટના ટ્રેનમાં સવાર મુસાફરોએ મોબાઈલ ફોન સાથે પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. ટીટીઈના હુમલાનો આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

(8:45 pm IST)