Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

અકાસા એર હવે ટેક ઓફ કરવા માટે તૈયાર : જુલાઈના અંત સુધીમાં કોમર્શિયલ ફ્લાઇટ કામગીરી ફરી શરૂ કરી શકશે

ઉડ્ડયન ક્ષેત્રના નિયમનકાર DGCA એ અકાસા એરને ઉડાન માટે એર ઓપરેટર પ્રમાણપત્ર આપ્યું : અકાસા એર દ્વારા ટ્વિટ કરીને માહિતી અપાઈ

નવી દિલ્લી  તા. 07 : DGCA એ અકાસા એરને ઉડાન માટે એર ઓપરેટર પ્રમાણપત્ર આપ્યું છે, જે જોતાં એવું લાગે છે કે, અકાસા એર હવે ટેક ઓફ કરવા માટે તૈયાર છે. ત્યારે એરલાઇન જુલાઈના અંત સુધીમાં તેની કોમર્શિયલ ફ્લાઇટ કામગીરી ફરી શરૂ કરી શકશે. ઉલ્લેખનીય છે કે, શેરબજારના બિગબુલ રાકેશ ઝુનઝુનવાલા દ્વારા આ કંપનીને સમર્થિત આપવામાં આવ્યું છે.

અકાસા એર દ્વારા ટ્વિટ કરી માહિતી આપવામાં આવી છે કે, કોમર્શિયલ કામગીરી શરૂ કરતા પહેલા, અકાસા એર એ એરલાઇન્સ ક્ષેત્રના નિયમનકાર DGCA પાસેથી એર ઓપરેટર પરમિટ માટે અરજી કરી હતી. એર ઓપરેટર પ્રમાણપત્ર મેળવવા માટે એવિએશન રેગ્યુલેટર ડી.જી.સી.એ.ને સંતુષ્ટ કરવા અકાસા એરની પ્રોવિંગ ફ્લાઈટે ઘણી વખત ઉડાન ભરી હતી. આ પ્રોવિંગ ફ્લાઈટમાં DGCAના અધિકારીઓ સાથે એરલાઈન્સના અધિકારીઓએ પેસેન્જર તરીકે મુસાફરી કરી હતી. આ સાથે ક્રેબિન ક્રૂ મેમ્બર્સ પણ હતા.

21 જૂન, 2022ના રોજ, અકાસા એરનું પ્રથમ એરક્રાફ્ટ બોઇંગ 737 મેક્સ દિલ્હી એરપોર્ટ પર ઉતર્યું હતું. આ વિમાનને 16 જૂને અમેરિકાના સિએટલમાં અકાસા એરને સોંપવામાં આવ્યું હતું. અકાસા એર દ્વારા ગયા નવેમ્બરમાં બોઇંગને 72 બોઇંગ 737 MAX પ્લેન માટે ઓર્ડર આપવામાં આવ્યો હતો. જેમાંથી આ પ્રથમ પ્લેનની ડિલિવરી કરવામાં આવી હતી.

(11:50 pm IST)