Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

લોકપ્રિયતામાં વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં ડેમોક્રેટ ઉમેદવાર જો બીડેન હજુ પણ આગળ

જુલાઈની સરખામણીમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ થોડા આગળ વધી ગયા : અમેરિકાની ચૂંટણીમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ડેમોક્રેટિક ઉમેદવાર જો બીડેનની સાથે રાષ્ટ્રપતિ માટેની ૪ ડિબેટ કરવા ઈચ્છે છે

વોશિંગ્ટન, તા. : અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી જેમજેમ નજીક આવી રહી છે તેમતેમ ઉત્તેજના વધી રહી છે. ડેમોક્રેટ ઉમેદવાર જો બીડેન લોકપ્રિયતામાં વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં વધુ આગળ છે. એક સર્વેમાં સામે આવ્યું છે કે બીડેનની લોકપ્રિયતા ટ્રમ્પની સરખામણીએ % વધુ છે. જુલાઈમાં એક સર્વેમાં અંતર % થી વધુ હતું. નવા સર્વે પ્રમાણે ટ્રમ્પની લોકપ્રિયતામાં પહેલાં કરતાં વધારો થયો છે. સર્વે હિલ એન્ડ હેરિસે કર્યો છે. સર્વે પ્રમાણે બીડેન ૪૩% લોકોને પસંદ છે, જ્યારે ૪૦% લોકો ટ્રમ્પને પસંદ કરે છે. પહેલા જુલાઈમાં થયેલા સર્વેમાં બીડેન ટ્રમ્પથી પોઇન્ટ આગળ હતા. બુધવારે આરસીપી પર પોસ્ટ કરવામાં આવેલ ત્રણ નેશનલ સર્વે પ્રમાણે બીડેને ટ્રમ્પ પર સરેરાશ % નો વધારો મેળવ્યો છે.

 ટ્રમ્પ ડેમોક્રેટિક ઉમેદવાર જો બીડેનની સાથે રાષ્ટ્રપતિ માટેની ડિબેટ કરવા ઈચ્છે છે. હજી સુધી રાષ્ટ્રપતિ ડિબેટ કમિશને ફક્ત ત્રણ  ડિબેટ નક્કી કરેલી છે, જે ૨૯ સપ્ટેમ્બર, ૧૫ ઓક્ટોબર અને ૨૨ ઓક્ટોબરના રોજ યોજાશે. ટ્રમ્પ અભિયાનના પ્રતિનિધિ રુડોલ્ફ ડબલ્યૂ ગુઇલિયાનિમેં રાષ્ટ્રપતિ ડિબેટ કમિશનને બાબતે એક પત્ર પણ લખ્યો છે. તેમણે કહ્યું હતું કે, સપ્ટેમ્બરની શરૂઆતમાં એક ડિબેટ થવી જોઈએ.

(8:28 am IST)