Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

ટીકટોક વિરૂધ્ધ અમેરિકાની મોટી કાર્યવાહી : સરકારી ઉપકરણોમાં એપના ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો

અમેરિકા અને ચીન વચ્ચે ટેન્શન વધ્યું

વોશિંગ્ટન તા. ૭ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ટીકટોક ઉપર પ્રતિબંધ મૂકવાની ધમકી આપ્યાના એક સપ્તાહ બાદ ટીકટોકની મૂળ કંપની વિરૂધ્ધ એક કાર્યકારી આદેશ જારી કર્યો છે. આ આદેશ લાગુ થવામાં ૪૫ દિવસનો સમય લાગે છે અને તે કોઇપણ અમેરિકી કંપની કે વ્યકિતને ચીનની મૂળ કંપની બાઇટ ડાન્સ સાથે લેવડદેવડ પર પ્રતિબંધ ફરમાવે છે.  ટ્રમ્પે ટીકટોકને રાષ્ટ્રીય ખતરા સ્વરૂપમાં જણાવેલ છે અને ટ્રમ્પ તંત્ર અને ચીન સરકાર વચ્ચે આના કારણે ટેન્શન વધી રહ્યું છે. આદેશ અનુસાર આ ડેટા સંગ્રહથી ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીને અમેરિકાના લોકોની વ્યકિતગત અને માલિકી અંગેની માહિતી સુધી પહોંચવાની પરવાનગી મળે છે. સંભવિત સ્વરૂપથી આ ચીની એપ કર્મચારીઓ અને કોન્ટ્રાકટરોના સ્થાનોને ટ્રેક કરવા, બ્લેકમેઇલ માટે વ્યકિતગત માહિતીના ડોઝીયર બનાવા અને કોર્પોરેટ જાસૂસી કરવાની પરવાનગી આપે છે.

ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં જણાવ્યું હતું કે, જો આ અમેરિકી કંપનીને વેચવામાં નહિ આવે તો ૧૫ સપ્ટેમ્બર સુધી તેને અમેરિકામાં પ્રતિબંધ કરી દેવાશે.

અમેરિકી સેનેટે સર્વસંમતિથી કર્મચારીઓને સરકાર તરફથી આપવામાં આવેલ ઉપકરણો પર ટીકટોકનો ઉપયોગ કરવા મનાઇ ફરમાવી છે. મંજૂરી બાદ આ પ્રતિબંધ લાગુ થયો છે.

(11:09 am IST)