Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

ICMRનો મોટો નિર્ણય

હોસ્પિટલમાં દાખલ કોરોના દર્દીઓની હવે થશે રજિસ્ટ્રી

કોવિડ-૧૯ દર્દીઓના સ્વસ્થ થવા અને મહામારીની ગતિ વિશે જાણવા માટે નેશનલ કિલનિકલ રજિસ્ટ્રી કરવામાં આવશે

નવી દિલ્હી,તા.૭ : ભારતમાં વધી રહેલા કોરોના વાયરસના કેસોને ધ્યાને લેતાં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની રજિસ્ટ્રી કરાવવાનો નિર્ણય લીધો છે. આ રજિસ્ટ્રીને દર્દીઓના સ્વસ્થ થવા અને મહામારીની ગતિ વિશે જાણવા માટે મોટું પગલું ભરવામાં આવ્યું છે. તેને ધ્યાને લઈ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ICMR અને AIIMSએ એક નેશનલ કિલનિકલ રજિસ્ટ્રી શરૂ કરવાનો પ્રસ્તાવ આપ્યો છે જેથી વાસ્તવિક સમયના આંકડા એકત્ર કરી સારવારના પરિણામોમાં સુધાર, વૈશ્વિક મહામારી વધવાની પ્રવૃત્ત્િ।ઓનું વિશ્લેષણ કરવામાં આવે અને પ્રતિક્રિયાને તપાસી શકાય.

અધિકારીઓએ જણાવ્યું કે, તેનાથી અનુસંધાનકર્તાઓ અને નીતિ નિર્માતાઓને કોવિડ-૧૯ના દર્દીઓની સારવાર માટે તપાસ ઉપચારોની પ્રભાવશીલતા, પ્રતિકૂળ પ્રભાવોને સમજવા અને સારવારમાં સુધાર લાવવા માટે સાક્ષ્ય ઉત્પન્ન કરવામાં મદદ મળશે.

ICMR સ્વાસ્થ્ય મંત્રાલય અને AIIMSના સહયોગથી તૈયાર થનારી નેશનલ કિલનિકલ રજિસ્ટ્રીથી દર્દીઓની યોગ્ય જાણકારીની સાથે સારવાર, ઉંમર વર્ગમાં સંક્રમણ તથા અન્ય જાણકારીઓ મળશે. તેમાં પીજીઆઈ ચંદીગઢ, AIIMSદિલ્હી, AIIMS જોધપુર, નિમહાન્સ બેંગલુરુ, આર્મ્ડ ફોર્સ મેડિકલ કોલેજ પુણે સહિત ૧૦૦ પ્રસિદ્ઘ સંસ્થાનોને સામેલ કરવામાં આવી છે જે મેડિકલ કોલેજો અને હોસ્પિટલો સાથે સંપર્કમાં રહી આંકડા એકત્ર કરશે.

એકત્ર કરવામાં આવેલા આંકડાઓનો ઉપયોગ કોવિડ-૧૯ રોગના વિભિન્ન માપદંડો માટે પરિકલ્પના ઉત્પન્ન કરવા માટે કરવામાં આવશે અને રજિસ્ટ્રી મંચનો ઉપયોગ ભવિષ્યમાં પારંપરિક અધ્યયનો માટે કરવામાં આવશે. વ્યકિતગત સાઇટો દ્વારા નોંધવામાં આવેલા આંકડા કેન્રીાટય સર્વર પર તેમના માટે સુલભ હશે. વિશ્લેષણ કરવામાં આવેલા આંકડાઓને તમામ સાઇટોની સાથે સમયાંતરે જાહેર કરવામાં આવશે.

(11:17 am IST)