Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા

શ્રીલંકા ચૂંટણી : હાથી ઉપર કમળ હાવી, રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત

કોલંબો,તા.૭ :  શ્રીલંકાની સંસદીય ચૂંટણીની મતગણનાના શરૂઆતી વલણમાં પ્રધામંત્રી મહિન્દ્રા રાજપક્ષેની શ્રીલંકા પીપલ્સ પાર્ટીને બહુમત મળતી દેખાઈ રહી છે. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિન્દ્ર રાજપક્ષેને ફોન કરીને જીતની શુભેચ્છા પાઠી હતી. સિંહલી બુહલ દક્ષિણ ક્ષેત્રમાં અત્યાર સુધી પાંચ પરિણામો જાહેર થયા છે. જેમાં એસએલપીપીને ૬૦ ટકાથી વધારે મત મળ્યા છે.

મહિન્દ્ર રાજપક્ષેએ ટ્વીટ કરીને પીએમ મોદીને જીતની શુભેચ્છા પાઠવવા માટે આભાર માન્યો હતો. તેમણે લખ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદીજી તમારા ફોન માટે આભાર. શ્રીલંકાના લોકોમાં મજબૂત સમર્થનની સાથે આપણા બંને દેશો વચ્ચે ચાલી આવતા સહયોગને વધારવા માટે તમારી સાથે મળીને કામ કરવા માંગીએ છીએ. શ્રીલંકા અને ભારત સંબંધી અને મિત્ર છે.

ત્યારબાદ રાજપક્ષેના આ ટ્વીટને રિટ્વીટ કરીને પીએમ મોદીએ લખ્યું હતું કે ધન્યવાદ મહિન્દ્રા રાજપક્ષેજી. તમારી સાથે વાત કરતા આનંદ થયો. એકવાર ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છા. આ દ્વિપક્ષીય સહયોગના દરેક ક્ષેત્રોને આગળ વધારવા અને પોતાના વિશેષ સંબંધોને હંમેશા નવી ઉંચાઈ સુધી લઈ જવા માટે મળીને કામ કરીશું.

શ્રીલંકા પીપલ્સ પાર્ટીની નિકટતમ પ્રતિદ્વંદ્વી એક નવી પાર્ટી છે જેની સ્થાપના સજીથ પ્રેમદાસાએ કરી છે. પ્રેમદાસાએ પોતાની મૂળ પાર્ટી યુનાઈટેડ નેશનલ પાર્ટીથી અલગ થઈને નવી પાર્ટી બનાવી છે. ચૂંટણી પરિણામ અનુસાર યુએનપી ચોથા સ્થાન પર છે.

સત્ત્।ાવાર પરિણામોથી જાણી શકાય છે કે માકર્સવાદી જનતા વિમુકિત પેરામુનાથી પણ યુએનપીની તુલનામાં સારું પ્રદર્શન કર્યું છે. તમિલ બહુલ ઉત્ત્।ર ક્ષેત્રમાં મુખ્ય તમિલ પાર્ટીને ઝાફનામાં એક વિસ્તારમાં જીત મળી છે. જયારે રાજપક્ષેની સહયોગી ઈલમ પીપલ્સ ડેમોક્રિટિક પાર્ટીને જાફનના જિલ્લામાં એક અન્ય ક્ષેત્રમાં તમિલ નેશનલ એલાયન્સે હરાવી છે.

(11:20 am IST)