Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

જયપુરથી ૮૨ કિમી દૂર અનુભવાયા ભૂકંપના આંચકાઃ તીવ્રતા ૩.૧ : જાન-માલનું નુકસાન નહી

આંચકો ખૂબ ધીમાં હતાં તેથી ઘણા લોકોને તેની ખબર પણ નહોતી કે આ ભૂકંપ હતો

જયપુર,તા.૭ : ગુરુવાર મોડી રાત્રે ૧૨.૪૪ વાગ્યે રાજસ્થાનના જયપુરથી લગભગ ૮૨ કિ.મી. દૂર ભૂકંપ આવ્યો હોવાની વિગતોને ભૂસ્તર શાસ્ત્ર વિભાગ દ્વારા પુષ્ટી આપવામાં આવી છે. રિએકટર સ્કેલ પર તેમની તીવ્રતા સિસ્મોલોજીના નેશનલ સેન્ટર અનુસાર ૩.૧ માપવામાં આવી હતી. સારી વાત એ છે કે આ ભૂકંપને કારણે કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. આંચકો ખૂબ ધીમાં હતાં, તેથી ઘણા લોકોને તેની ખબર પણ નહોતી કે આ ભૂકંપ હતો.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે દેશમાં ભૂકંપના અનેક વિવિધ ક્ષેત્રમાં વિવિધ કંપન સાથેનાં કેટલાક આંચકા અનુભવાયા છે. દિલ્હીમાં ફકત ૪ મહિનામાં ૧૮ ભૂકંપના આંચકા આવ્યા છે. દિલ્હીમાં વારંવાર ભુકંપના આંચકાને જોતા દિલ્હી સરકારે હવે લોકોને ભૂકંપથી બચવા માટે એક અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન દરમિયાન દિલ્હીવાસીઓને ભૂકંપની ઘટનામાં બચાવ અને સાવચેતી અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.

(11:36 am IST)