Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

સુશાંત સિંહ આપઘાત કેસમાં સીબીઆઈએ નોંધી FIR : રિયા ચક્રવર્તીનું નામ પણ સામેલ

સીબીઆઈએ આઈપીસીની કલમ ૩૦૬, ૩૪૧, ૩૪૨, ૪૨૦, ૪૦૬ અને ૫૦૬ હેઠળ એફઆઈઆર નોંધી છે

નવી દિલ્હી,તા.૭ : બોલિવૂડ એકટર સુશાંત સિંહ રાજપૂતના આપઘાત કેસમાં તપાસ કરી રહેલી સીબીઆઈએ એફઆઈઆર નોંધી છે. એફઆઈઆરમાં સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક ચક્રવર્તીનું નામ પણ છે. સીબીઆઈએ આઈપીસીની કલમ ૩૦૬, ૩૪૧, ૩૪૨, ૪૨૦, ૪૦૬ અને ૫૦૬ હેઠળ એફઆઈઆર નોંધી છે. સીબીઆઈએ ફાઇલ કરેલી એફઆઈઆરમાં રિયા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, ઇન્દ્રજિત ચક્રવર્તી, સંધ્યા ચક્રવર્તી, સેમ્યુઅલ મિરાંડા, શ્રુતિ મોદી અને અન્યના નામ છે.

અભિનેત્રી રિયા ચક્રવર્તી પર ગુનાહિત ષડયંત્રનો આરોપ છે, તેણે સુશાંતને આપઘાત કરવા ઉશ્કેર્યનો આરોપ છે. જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતના પિતા કે.કે.સિંઘે પટણામાં રિયા ચક્રવર્તી વિરુદ્ઘ એફઆઈઆર દાખલ કરી હતી. કે.કે.સિંહે રિયા પર ઘણા ગંભીર આક્ષેપો કર્યા હતા. બિહાર સરકારની ભલામણ પર કેન્દ્ર સરકારે બુધવારે સુશાંત કેસમાં સીબીઆઈ તપાસને મંજૂરી આપી હતી. સીબીઆઈએ હવે આ મામલાની તપાસને ઝડપી રાખીને એફઆઈઆર નોંધી છે.સીબીઆઈએ બિહાર પોલીસનો પણ સંપર્ક કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સીબીઆઈ દરેક પાસા પરથી તપાસ કરવા જઈ રહી છે. સુશાંતના પિતાએ પટણામાં રિયા ચક્રવર્તી વિરુદ્ઘ એફઆઈઆર નોધાવી ત્યારથી જ આ કેસ રિયાની આસપાસ ફરે છે. બિહાર પોલીસ દાવો કરી રહી છે કે તેની પાસે રિયા ચક્રવર્તી સામે મજબૂત પુરાવા છે.

(11:37 am IST)