Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

મુંબઈ : સુશાંતસિંહ આત્મહત્યા મામલો : બિહારના IPS વિનય તિવારીને બીએમસીએ ક્વોરેન્ટાઇનથી મુક્ત કર્યા

ક્વોરેન્ટાઇન પિરિયડ ઘટાડતું બીએમસી : સાંજે 5-30 વાગ્યાની ફલાઇટમાં રવાના થશે

મુંબઈ મહાનગરપાલિકા એ શુક્રવારે બિહારના આઈપીએસ અધિકારી વિનય તિવારીનો ક્વોરન્ટાઈન પીરિયડ ખતમ કર્યો હતો. . વિનય તિવારી સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં તપાસ કરવા માટે બિહારથી મુંબઈ પહોંચ્યા હતાં.

સુપ્રીમ કોર્ટે આઈપીએસ વિનય તિવારીના ક્વોરન્ટાઈન પર કડક ટિપ્પણી કરી હતી. ત્યારબાદ આજે તેમનો ક્વોરન્ટાઈન ખતમ કરવામાં આવ્યો. બીએમસીના આદેશમાં એસપી વિનય તિવારીને ક્વોરન્ટાઈન કરવાનું કારણ આપતા જણાવાયું કે આશ્ચર્ય છે કે સીનિયર ઓફિસરે મહારાષ્ટ્રમાં આવતા પહેલા પ્રદેશ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન ન કર્યું. આથી તેમને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યાં. એસપી વિનય તિવારી મુંબઈથી પટણા માટે સાંજે 5:30 વાગ્યાની ફ્લાઈટથી રવાના થશે. બીએમસીએ મેસેજ દ્વારા વિનય તિવારીને તેમના ક્વોરન્ટાઈન ખતમ કરવાની સૂચના આપી. આ સાથે જ બીએમસીએ આ આદેશની કોપી બિહાર પોલીસ હેડક્વાર્ટર મોકલી છે. વિનય તિવારીએ જણાવ્યું કે તેમની ફ્લાઈટ સાંજે 5:30 વાગ્યાની છે. આ ફ્લાઈટ કોઈ કનેક્ટિંગ ફ્લાઈટ છે જે પટણા વાયા હૈદરાબાદ જશે.

(12:38 pm IST)