Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

લેબનાનના બોમ્બ વિસ્ફોટ કેસમાં પોર્ટના 16 કર્મચારીઓની ધરપકડ

હંગારમાં સમારકામ હાથ ધરનારા પ્રશાસનના 18 થી વધુ કર્મચારીઓએ ત્યાં વિસ્ફોટક રાખ્યા હતા

બૈરૂત : વિસ્ફોટથી સંબંધિત તપાસ દરમિયાન લેબનાન કેપિટલ પોર્ટના 16 કર્મચારીઓને અટકાયતમાં લેવામાં આવ્યા છે. લશ્કરી અદાલતના પ્રવક્તા અને કાર્યકારી ન્યાયાધીશ ફાદી અકીકી દ્વારા મીડિયાને આ માહિતી આપવામાં આવી હતી.

  સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ  અકીકી એ મીડિયાને જણાવ્યુ હતુ કે,' બૈરુત ના હંગાર-12 પર લશ્કરી ફરિયાદી કચેરી દ્વારા આંતરિક તપાસના પ્રથમ તબક્કા પછી, બંદર સંચાલન અને કસ્ટમ્સ બોર્ડ દ્વારા બહાર આવ્યુ છે કે, હંગાર માં સમારકામનુ કામ હાથ ધરનારા પ્રશાસનના 18 થી વધુ કર્મચારીઓએ ત્યાં વિસ્ફોટક રાખ્યા હતા. આ લોકો પાસેથી પ્રશ્નો અને જવાબો લેવામાં આવ્યા હતા. આ પછી તપાસના આધારે 16 કર્મચારીઓને અટકાયતમાં લેવામાં આવ્યા છે.'

  અત્રે ઉલ્લેખનીય છે કે લેબનાન ની રાજધાની બેરૂતમાં મંગળવારે થયેલા વિસ્ફોટમાં 135 થી વધુ લોકો માર્યા ગયા હતા અને લગભગ 5000 લોકો ઘાયલ થયા હતા.

(12:43 pm IST)