Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

પંજાબમાં ઝેરી દારૂ કેસમાં મૃતકોના પરિવારને 2 લાખની બદલે હવે પાંચ લાખ સહાય કરાશે

અમૃતસર, તરનતારન અને ગુરદાસપુર જિલ્લામાં ઝેરી દારૂના કારણે 113 લોકોના મોત નિપજ્યા છે

 

ચંદીગઢ: પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે, સરહદી જિલ્લાઓમાં ઝેરી દારૂને લીધે માર્યા ગયેલા લોકોના આશ્રિતોને રાહતની રકમ બે લાખથી વધારીને પાંચ લાખ કરવાની જાહેરાત કરી છે. અમરિંદરસિંહે અમૃતસર, તરનતારન અને ગુરદાસપુર જિલ્લામાં ઝેરી દારૂથી માર્યા ગયેલા લોકોના પરિવારને મળ્યા હતા. પંજાબમાં અત્યાર સુધીમાં ઉપરોક્ત ત્રણ જિલ્લાઓમાં, ઝેરી દારૂના કારણે 113 લોકોનાં મોત નીપજ્યા છે.

કેપ્ટન અમરિંદર સિંહે, વહીવટી અધિકારીઓ પાસેથી હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા લોકો વિશે પણ પૂછપરછ કરી. દારૂ પીને બીમાર લોકોની મફત સારવાર કરાવવાની સૂચના આપતાં તેમણે કહ્યુ હતુ કે,' લોકો ઝેરી દારૂથી મરતા નથી, પરંતુ તેમની હત્યા કરવામાં આવે છે. આ હત્યા છે, તેથી કોઈને બક્ષવામાં આવશે નહીં.' તેમણે કહ્યુ હતુ કે,' જેમની બંને આંખો આ અકસ્માત માં જતી રહી છે. તેમને પણ પાંચ લાખની સહાય આપવામાં આવશે.' અમરિંદરસિંહે, મૃતકોના આશ્રિતોને સરકારી નોકરી અને પાકું મકાન આપવાની ઘોષણા કરતી વખતે કહ્યુ હતુ કે,' જે લોકો આ કેસમાં દોષી સાબિત થશે, તેની સંપતી જપ્ત કરવામાં આવશે. આ અંગે વહીવટી અધિકારીઓને સુચનાઓ જારી કરવામાં આવી છે

(12:44 pm IST)