Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

રિયા ચક્રવર્તી મુંબઈ સ્થિત ઈડીની ઓફિસમાં પહોંચી : મની લોન્ડ્રીંગ મામલે પૂછપરછ કરાશે

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં નિવેદન દાખલ કરાવવા માટે આરોપી રિયા ચક્રવર્તી આજે મુંબઈ સ્થિત ઈડીની ઓફિસમાં પહોંચી છે. ઈડી મની લોન્ડ્રીંગ મામલે રિયા સાથે પૂછપરછ કરશે.

રિયાએ ઈડીની પૂછપરછથી બચવા માટે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ ના થાય ત્યાં સુધી ઈડી પૂછપરછ ના કરે. જો કે ઈડીએ કોઈપણ રાહત આપવાથી ઈનકાર કરી દીધો હતો.

સુશાંતના પિતાએ આક્ષેપ કર્યો હતો કે રિયાએ વીતેલા એક વર્ષમાં સુશાંતના બેંક એકાઉન્ટમાંથી 15 કરોડ રૂપિયા ઉપાડ્યા હતા અને તેમને એવા ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા જેનાથી સુશાંતના કોઈ લેવા-દેવા નહિ

(12:51 pm IST)