Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

કોરોના રોગમાં ૨૦૦ કે ૫૦૦ કરોડની નહીં ૧૪૦૦ કરોડ રૂપિયાની લોકોએ હોસ્પિટલમાં કરાવી સારવાર : દાવાઓ એક લાખે પહોંચ્યા

હોસ્પિટલોમાં ૭ થી ૧૦ લાખ સુધીના બિલો આવી રહ્યાં છે.

નવી દિલ્હી,તા.૭ : કોરોના સંબંધિત આરોગ્ય વીમા દાવાની કેસો ઝડપથી વધી રહી છે.  દાવાઓના કેસો ૧ લાખની નજીક પહોંચી ગયા છે અને દાવાની રકમ લગભગ ૧૪૦૦ કરોડ પહોંચી ગઈ છે. સૌથી વધુ દાવાની ઘટનાઓ મુંબઈથી બની છે. દેશમાં દરરોજ સરેરાશ ૫૦ હજાર કેસ આવી રહ્યા છે. તેમાંથી, આરોગ્ય વીમા દાવાની સરેરાશ સંખ્યા ૨૦૦૦ ની નજીક છે. દાવાની તેજી અંગે વીમા કંપનીઓ કહે છે કે અગાઉ મોટાભાગની સરકારી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર કરવામાં આવતી હતી. હવે ખાનગી હોસ્પિટલોમાં પણ યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે. બેંગલુરુની ખાનગી હોસ્પિટલોમાં ૫૦૦૦ જેટલા કોરોના દર્દીઓ દાખલ છે. હોસ્પિટલોમાં ૭ થી ૧૦ લાખ સુધીના બિલો આવી રહ્યાં છે.

ભારતમાં આરોગ્ય વીમા બજાર લગભગ ૫૧ હજાર કરોડ છે. વીમા લેનારાઓની સંખ્યા ઓછી છે. તેથી દાવાની ઘટશે. બીજું મહત્વનું કારણ એ છે કે ડોકટરો પણ કોરોનાના સામાન્ય અસરગ્રસ્ત દર્દીઓને તેમના દ્યરે રહેવાની સલાહ આપી રહ્યા છે. તેથી, હોસ્પિટલનો ખર્ચ નીચે આવશે. પહેલા ૧૫-૧૫ દિવસમાં કલેમ કેસ બમણો થયા હતા. તે હવે ૨૧ દિવસ સુધી પહોંચી ગયો છે. ઘરના કવોરેન્ટાઇનમાં વધારો થવાને કારણે દાવાની ઘટનાઓ ઓછી થઈ રહી છે. ઘર સારવારમાં વીમા દાવાઓનો પણ લાભ લઈ શકાય છે. સારવાર પેકેજ સામાન્ય રીતે ૧૫ હજાર સુધી હોય છે. હોસ્પિટલમાં દાખલ થવાના કિસ્સામાં, તે કેશલેસ થઈ જાય છે.

(1:05 pm IST)