Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

બળાબળના પારખામાં ગેહલોત ખુરશી બચાવી શકશે?રાજકીય ઉતેજના

માર્કસવાદી કમ્યુનીસ્ટ પાર્ટી તટસ્થ રહીને કોઇને વોટ ન આપે તો ગેહલોત સરકાર ૯૯ ના ફેરામાં અટવાઇ શકે : બસપાનો સાથ છુટે તો માકપાના ૯૩ મત જ ગણાય

જયપૂર તા. ૭ : રાજકીય ઘટનાક્રમમાં દરેકની નજર હાઇકોર્ટ અને વિધાનસભા ઉપર મંડાઇ છે. જો ફલોર ટેસ્ટ થાય તો શું અશોક ગેહલોત બહુમતિ સાબિત કરીને પોતાની સરકાર બચાવી શકશે કે પછી કઇક એવુ જ થશે જે વિચાર્યુ પણ ન હોય!

વર્તમાન સ્થિતી જોઇએ તો સીધી રીતે જ કોંગ્રેસ પાર્ટી માકપા ધારાસભ્યોના મત પર નિર્ભર છે. જો માર્કસવાદી કમ્યુનીસ્ટ પાર્ટી રાજયસભા ચુંટણીની જેમ તટસ્થ રહીને કોઇને વોટ ન આપે તો ગેહલોત સરકાર ૯૯ ના ફેરામાં ફસાઇ જશે. જો કે માકપા ધારાસભ્ય બલવાન પુનિયાએ જણાવ્યુ છે કે તેઓ કોંગ્રેસને મત આપશે. તેમછતા જો પાર્ટી વ્હીપ જાહેર કરશે તો તેનું માન રાખવુ પડશે.

જો બસપાના છ ધારાસભ્ય કોર્ટના નિર્ણયથી મતદાનથી બહાર રહે તો બહુમતી આંકડો ૯૬ રહેવા છતા મતદાન ૯૩ જ કરી શકશે. એવામાં પાયલોટ ખેેમેના ૧૯ કોંગ્રેસી ધારાસભ્ય અને ૩ અપક્ષ ધારાસભ્યો કઇ તરફ ચાલે છે તેના પર સૌની મીટ છે.

અહીં જોઇએ તો ગેહલોત ખેમેએ ભલે ૧૦૨ ધારાસભ્યો હોવાનો દાવો કર્યો હોય. પરંતુ મત આપવાની સ્થિતીમાં હાલ ૯૯ ધારાસભ્યો જ છે. માસ્ટર ભંવરલાલ મેઘવાલ બિમારીના કારણે મતદાન કરવા આવી શકે તેમ નથી. બીજા વિધાનસભા અધ્યક્ષ સી. પી. જોશી છે. જેઓ બરાબર સ્થિતીએ વોટીંગ કરી શકશે. જયારે ત્રીજા માકપા ઉમેદવાર છે. જો પાર્ટી વ્હીપ આપવામાં તટસ્થ રહેશે તો તેઓ પણ મત નહીં આપી શકે. આ પરિસ્થિતી જોતા ૩ મત ઓછા કરી નાખવામાં આવે તો ગેહલોત ખેમે પાસે ૯૯ મત જ બચે છે.

અહીં જોવા જઇએ તો બસપા બહાર થઇ જાય તો ગેહલોતે ખેમે પાસે ૯૬ ધારાસભ્યો જ બચે. તેમાથી પણ મતદાન કરી શકવાની સ્થિતીમાં તો ૯૩ જ છે. માસ્ટર ભંવરલાલ મત દેવા આશી શકે કે કેમ? તેના ઉપર મદાર રહેલો છે.

(1:06 pm IST)