Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

વિશ્વમાં સંક્રમિતો ૧.૯૦ કરોડથી વધારે

અમેરિકા, બ્રાઝીલમાં મોત વધી રહ્યા છે

વોશિંગ્ટન, તા. ૭ : દુનિયામાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા બે કરોડ માત્ર દસ લાખ જ ઓછી છે. ગઇકાલ સુધીમાં વિશ્વમાં સંક્રમિતોની સંખ્યા ૧.૯૦ કરોડથી વધી ગઇ છે. જયારે મૃતકોનો આંકડો પણ ૭.૧૧ લાખ થઇ ગયો છે. આ દરમ્યાન અમેરિકા અને બાઝીલમાં સંક્રમણ અને મોતમાં સતત વધારો જોવા મળ્યો.

અમેરિકામાં સંક્રમિતોની સંખ્યા પ૦ લાખની નજીક એટલે કે ૪૯.૭૩ લાખથી વધારે થઇ, જયારે ૧.૬૧ લાખ લોકોના મોત થયા છે. છેલ્લા ર૪ કલાકમાં પપ૧૦૦ નવા કેસ સામે આવ્યા છે. જયારે ૧૩૦૬ના મોત થયા છે. અમેરિકામાં કેલિર્ફોનિયા અને ન્યુયોર્ક સૌથી પ્રભાવિત છે. તો બ્રાઝીલમાં ગઇકાલે પ૭૧પર નવા કેસ આવ્યા અને તે જ સમયગાળામાં ૧૪૩૭ લોકો માર્યા ગયા. ત્યાં અત્યાર સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા ર૮.૬ર લાખથી વધારે છે અને મૃતકોની સંખ્યા ૯૭૦૦૦થી વધારે છે. મેકસીકોમાં પણ ર૪ કલાકમાં ૮ર૯ મોત સાથે કુલ પ૦૦૦૦ થી વધારે નાગરિકોના જીવ આ મહામારીમાં ગયા છે.

સેન્ટ્રલ જાપાનમાં ગવર્નરે ગુરૂવારે કોરોના વાયરસના સંક્રમણના કેસોમાં વધારા પછી કટોકટીની જાહેરાત કરી છે. તેમણે ધંધાર્થીઓ અને અન્ય લોકોને પોતાની વ્યાપારિક ગતિવિધીઓ આગામી રજાઓમાં બંધ રાખવા કહ્યું છે.

સ્પેનમાં બુધવારે ૧૭૭ર નવા કેસો આવ્યા, જે દેશમાં લોકડાઉન હટાવ્યા પછીના સૌથી વધારે કેસ છે. અહીં જૂનામાં લોકડાઉન હટાવી દેવાયું હતું. ત્યાર પછી સંક્રમણ ઝડપભેર વધવા લાગ્યું. અત્યારે દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને ર૮ હજાર કરતા વધારે થઇ ગઇ છે.

(1:07 pm IST)