Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

શહેરમાં કોરોનાની ફીફટીઃ બપોર સુધીમાં ૫૨ કેસ

કુલ આંક ૧૬૨૨: ગઇકાલે ૯૨૪ સેમ્પલ લેવાયા હતાઃ રિકવરી રેટ ૪૮.૨૭ ટકા થયો

રાજકોટ,તા.૬: શહેરનાં વિવિધ વિસ્તારોમાં કોરોના પ્રસરતા  દિવસે ને દિવસે કેસનાં આંકમાં વધારો થઇ રહયો છે ત્યારે આજ બપોર સુધીમાં વધુ ૫૨  રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ આંક ૧૬૦૦ને પાર થયો છે.

શહેરનો કુલ રિકવરી રેટ ૪૮.૨૭ ટકા થયો છે.

આ અંગે મ્યુ.કર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ તા.૭ ઓગ્સ્ટનાં બપોરે ૧૨વાગ્યા સુધીમાં કુલ ૫૨કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે.શહેરનો કુલ આંક ૧૬૨૨ થયો છે.

ગઇકાલે કુલ ૯૨૪ સેમ્પલ પૈકી ૭૧ રિપોર્ટ પોઝિટિવ આવતા પોઝિટિવ રેટ ૭.૬૮  ટકા થયો છે.ગઇકાલે ૪૫ દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી હતી.

શહેરમાં આજ દિન સુધીમાં કુલ ૧૩,૬૨૮ સેમ્પલ લેવાયા છે. જેમાં ૧૬૨૨ પોઝિટિવ કેસ સાથે પોઝિટિવ રેટ ૧૧.૯૦ ટકા થયો છે. આજ સુધીમાં કુલ૭૮૩ દર્દીઓ સાજા થતા રિકવરી રેટ ૪૮.૨૭ ટકા થયો છે.

(3:12 pm IST)