Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

કોરોના મામલે મોદી સરકાર ગુમ, દર્દીઓ ૨૦ લાખને પાર

રાહુલ ગાંધીએ કોરોના મામલે મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર

નવી દિલ્હી તા. ૭ : સુશાંત સિંહ રાજપૂતનાં નિઘન મામલે સતત નવાં ખુલાસા થઇ રહ્યાં છે આ વચ્ચે બિહાર પોલીસ દ્વારા સુપ્રીમ કોર્ટમાં કેસ CBIને ટ્રાન્સફર કરાવે કારણે સોગંદનામું દાખલ કરાવ્યું છે જેમાં તેમણે ઘણી મહત્વની વાતો સામે મુકી છે. કોર્ટમાં દાખલ એફિડેવિટમાં બિહાર પોલીસે એકટ્રેસ રિયા ચક્રવર્તી અને તેનાં પરિવારનાં સભ્યોને સુશાંત સિંહ રાજપૂતનાં સંપર્કમાં આવ્યાનું એકમાત્ર જ કારણ ગણાવ્યું હતું કે, તેઓ સુશાંતનાં પૈસા પડાવવા માંગતા હતાં.

બિહાર પોલીસે તેમનાં સોગંદનામામાં એમ પણ કહ્યું છે કે, તેઓ સુશાંતને માનસિક બીમાર સાબિત કરવા તેને ખોટી રીતે રજૂ કરવાની ખોટી તસવીર તૈયાર કરી રહી હતી. વરિષ્ઠ પોલીસ અધિક્ષક ઉપેન્દ્ર શર્મા દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ સોગંદનામામાં આ વાત કહેવામાં આવી છે કે, રિયા ચક્રવર્તી સુશાંત સિંહ રાજપૂતને તેનાં ઘરે લઇ ગઇ હતી અને તેને દવાની માત્રાનો ઓવરડોઝ આપવાનો શરૂ કર્યો હતો.

સોગંદનામામાં બિહાર પોલીસનું કહેવું છે કે, મુંબઇ પોલીસનાં અસહયોગ છતાં પણ તેમને તપાસમાં ઘણાં જ મહત્વનાં પૂરાવા મળ્યા છે. સુપ્રીમ કોર્ટમાં આપવામાં આવેલં પોતાનાં જવાબમાં પોલીસે જણાવ્યું કે, દેશનાં ઘણાં સ્થાનો પર તપાસ કરવાની જરૂર છે. જો કોઇ બિંદુ પર રાજપૂતની રહસ્યમય આત્મહત્યા મામલે CBI તપાસ કરશે તો ઘણાં અહમ ખુલાસા સામે આવશે.

એફિડેવિટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, બિહાર પોલીસની પાસે FIR દાખલ કરવા માટે અધિકાર ક્ષેત્ર હતો, પણ તેને કરવા ન દીધી. તેની સાથે જ મુંબઇ પોલીસે ઘણાં સંગીન મામલા દાખલ કર્યા નથી. આ મામલાની સંવેદનશીલતાને જોતા CBI તપાસની સિફારિશ કરવામાં આવી છે.

(2:46 pm IST)