Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

ચીને હવે તજિકિસ્તાનને ધમકાવ્યું: પામીરના પહાડો પર કર્યો દાવો

ચીન હવે મધ્યએશીયામાં વિસ્તારવાદી સોચને આગળ વધારવા લાગ્યુ઼

પેઇચીંગઃ લદાખ અને દક્ષિણ ચીન સાગરમાં પાડોશીના જમીન પર કબ્જો કરવાની તૈયારીમાં લાગેલુ ચીન હવે મધ્ય એશીયામાં પણ તેમના વિસ્તવાદી વિચારને વધારવામાં આગળ વધ્યું છે. ચીનની મીડીયાએ હવે તજિકિસ્તાનને પામીરના પર્વતો પર દાવો કરવાનો શરૂ કરી દીધું છે. જેનાથી આ ગરીબ મધ્ય એશીયાઇ દેશની ચિંતા વધી ગઇ છે ચીન અને તજિકિસ્તાનના વર્ષ ર૦ર૦માં એક કરાર પર હસ્તાક્ષર કર્યો હતો. તેના હેઠળ તેને પામીર વિસ્તારનો ૧૧પ૮ કિ.મી. વિસ્તાર મજબુરીથી આપવો પડયો. ચીની ઇતિહાસકારે દાવો કર્યો છે કે સંપુર્ણ પમીર ક્ષેત્ર ચીનનો છે અને ચીને તેને પાછો ખેંચવો જોઇએ. ચીનના સરકારી મીડીયામાં એક લેખથી તજિકિસ્તાનના અધિકારીઓનું ટેન્શન વધી ગયું છે. આ દાવા બાદ રશીયાનું ધ્યાન આ અંગે કેન્દ્રીત થયું છે જે આ મધ્ય એશીયાઇ દેશોને તેમનો રાજનીતીક વિસ્તાર માને છે.

(4:09 pm IST)