Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

કેરળમાં ઇટાલી મરીન્સ દ્વારા બે માછીમારોની હત્યાનો કેસ : પીડિતોને સાંભળ્યા પહેલા કોઈ આદેશ નહીં કરાય : CJI

ઇટાલી યોગ્ય વળતર આપે તો કેસ બંધ કરવાની મંજૂરી: સુપ્રીમકોર્ટ

નવી દિલ્હી: કેરળમાં ઇટાલીના મરીન્સ દ્વારા બે માછીમારોની હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે સુચન કર્યું છે  કેન્દ્ર સરકારની કેસને બંધ કરવાની અરજી અંગે આદેશ જારી કરવાનો ઇનકાર સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે જો ઇટાલી પીડિત પરિવારને યોગ્ય વળતર આપે તો કેસ બંધ કરવાનીમંજૂરી આપી શકીએ. ચીફ જસ્ટીસ (CJI) એસ એ બોબડેએ જણાવ્યુ કે પીડિતોની સાંભળ્યા પહેલા કોઈ આદેશ જારી નહીં કરે.

 CJIએ જણાવ્યુ કે પીડિતોને યોગ્ય વળતર મળવું જોઈએ. પીડિત પરિવાર ટ્રાયલ કોર્ટમાં પણ પક્ષકાર છે. તેમને પણ જવાબ આપવાની તક મળવી જોઈએ. કોર્ટમાં વળતરનો ચેક અને પીડિત પરિવારોને લઈને આવો. તેમને યોગ્ય વળતર મળશે તો જ કેસ ((ઇટાલિયન મરીન્સ કેસ)) બંધ કરવાની મંજૂરી મળશે. સુપ્રીમ કોર્ટે ઇટાલી તરફથી હાજર વકીલને જણાવ્યુ કે તેમને યોગ્ય વળતર આપવું પડશે. વકીલે જણાવ્યુ કે વ્યાજબી વળતર આપવામાં આવશે. તેના પર CJIએ જણાવ્યુ કે વ્યાજબી નહીં યોગ્ય વળતર.સાથે જ સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલ મેહતાને એક અઠવાડિયાની અંદર પીડિતોના પરિવારોને કેસમાં સામેલ કરવા માટે અરજી દાખલ કરવા માટે જણાવ્યુ છે.

 સુપ્રીમ કોર્ટે જણાવ્યુ કે કેન્દ્ર કેસ પરત લેવા માટે ટ્રાયલ કોર્ટમાં એક અરજી દાખલ કરવાની જગ્યા ભારતમાં કેસને બંધ કરવા સુપ્રીમ કોર્ટ કેવી રીતે આવી શકે છે? પીડિત પરિવાર સુપ્રીમ કોર્ટ સમક્ષ પક્ષકાર નથી. CJIએ કેન્દ્રને પૂછ્યુ કે તમે ચુકાદાને સ્વીકાર્યો છે, તેને પડકાર નથી આપ્યો? અરજીકર્તા મરીનના વકીલે સર્વોચ્ચ અદાલતને જણાવ્યુ કે બે માછીમારોના પરિવારોને પણ 1.5 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવી રહ્યુ છે. હકીકતમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી કેસની સુનાવણી બંધ કરવાનો અનુરોધ કર્યો છે.

કેન્દ્ર સરકારે કોર્ટને જણાવ્યુ કે ભારતે યુએન કન્વેન્શન ઓન લો ઓફ ધ સી (UNCLOS)ના નિર્ણયને માનવાનો નિર્ણય કર્યો છે, કારણ કે ત્યારબાદ કોઈ અપીલ નથી થઈ શકતી અને તે આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા નિયમો મુજબ બંધનકારી છે. જેથી કોર્ટ આ કેસમાં પેન્ડિંગ સુનાવણીને બંધ કરી દે.

સુપ્રીમ કોર્ટે 2017માં સરકારને UNCLOSના નિર્ણયના રેકોર્ડ પર રાખવાનું જણાવ્યુ હતુ. કેન્દ્ર સરકારે તેના નિર્ણયને દાખલ કરતા જણાવ્યુ કે, કોર્ટને કેસને બંધ કરી દેવું જોઈએ.

અગાઉ સુપ્રીમ કોર્ટે જ બંને મરીનને શરતોના આધારે ઇટાલી જવાની મંજૂરી આપી હતી. હકીકતમાં UNCLOSના ટ્રિબ્યૂનલે જણાવ્યુ કે, UNCLOSના નિયમો હેઠળ ભારતીય અધિકારીઓની કાર્યવાહી યોગ્ય હતી. ઇટાલિયન સેન્ય અધિકારીઓ એટલે ઇટાલી UNCLOS Article 87(1)(a) અને 90 હેઠળ ભારતના નેવિગેશનના અધિકારને રોકી રહ્યો હતો.

ભારત અને ઇટાલી બંનેને આ ઘટના પર કાર્યવાહીનો અધિકાર હતો અને કાયદાકીય અધિકાર પણ હતો કે ઇટાલિયન ખલાસીઓ વિરુદ્ધ ગુનાહિત કેસ દાખલ કરે. ટ્રિબ્યુનલે બંને ઇટાલિયન ખલાસીઓની અટકાયત માટે ભારત પાસેથી વળતર આપવાની માંગને ફગાવી દીધી હતી.પરંતુ એમ માન્યુ કે આ ખલાસીઓને દેશ માટે કામ કરવાના કારણે ભારતીય કોર્ટોની કાર્યવાહીની જવાબદારીમાંથી મુક્તિ હતી. પરંતુ ભારતને જીવ અને સંપત્તિના નુકશાન માટે નુકશાન વેઠવું પડે. ટ્રિબ્યૂનલે જણાવ્યુ કે ભારત અને ઇટાલી બંને વિચાર કરીને નુકશાનની રકમ નક્કી કરી શકે છે.

(7:48 pm IST)