Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

દેશના વધુ એક સ્ટાર પહેલવાન કોરોનાની ચપેટમાં : વિશ્વ કુશ્તી ચેમ્પિયનશિપમાં મેડલ જીતનાર રાહુલ અવારે કોરોના પોઝિટિવ

રાષ્ટ્રીય શિબિર માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સોનીપત સેન્ટર પહોંચતા ટેસ્ટ કરાયો હતો

નવી દિલ્હી : દેશના વધુ એક સ્ટાર પહેલવાન કોરોનાની ચપેટમાં આવી ગયા છે. કુશ્તી વિશ્વ ચેમ્પિયશીપમાં કાંસ્ય મેડલ વિજેતા પહેલવાન રાહુલ અવારે કોરોના પોઝિટિવ આવ્યા છે. રાષ્ટ્રીય શિબિર માટે સ્પોર્ટ્સ ઓથોરિટિ ઓફ ઈન્ડિયા(SAI)ના સોનીપત સેન્ટરમાં પહોંચવા પર તેમનો ટેસ્ટ થયો જ્યાં તેઓ કોરોના સંક્રમિત થયાં હોવાનું બહાર આવ્યું છે

 

 SAIએ એક નિવેદનમાં કહ્યું કે, પ્રોટોકોલ અનુસાર અવારેને હવે સાવચેતીના ભાગરૂપે આગળની દેખરેખ માટે SAIની એક હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. શિબિરમાં પહોંચ્યા બાદથી અવારે આઈસોલેશનમાં હતા અને કોઈના સંપર્કમાં નહોતા આવ્યા, ના તો તેમનામાં કોઈ લક્ષણ જોવા મળ્યા હતા.

 અત્રે ઉલ્લેખનિય છે કે, રાહુલ અવારે પહેલા વિનેશ ફોગટ અને દિપક પુનિયા સહિત ચાર અન્ય પહેલવાન પણ કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. રાહુલે ગત વર્ષે નૂર સુલ્તામાં બિન-ઓલંપિક 61 કિલોગ્રામ ભાર વર્ગમાં કાંસ્ય મેડલ જીત્યો હતો

(12:00 am IST)