Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

મોબાઈલ રસીયા માટે સારા સમાચાર : PUBG ની જગ્યા એ આવશે દેશી ગેમ FAU-G

બોલિવૂડ એક્ટર અક્ષયકુમારે ટ્વિટર પર ગેમનું પોસ્ટર શેર કર્યું : FAU-G ની રેવન્યુનો ૨૦% ટકા ભાગ 'ભારત કે વીર' ટ્રસ્ટ માં જશે

નવી દિલ્હી: ભારતમાં PUBG મોબાઈલ ગેમ (Mobile Game) પર પ્રતિબંધ ફરમાવાયા બાદ અનેક બીજી ગેમ્સને તેના વિકલ્પ તરીકે જોવામાં આવી રહી છે. જો કે બૉલિવૂડ એક્ટર (Bollywood Actor) અક્ષય કુમારે (Akshay Kumar) જાહેરાત કરી છે કે, તેઓ PUBGની જગ્યાએ દેશી મોબાઈલ ગેમ FAU-G લૉન્ચ કરવા જઈ રહ્યાં છે.

અક્ષય કુમારે આ ગેમનું એક પોસ્ટર ટ્વીટર પર શેર કર્યું છે. જેમાં ભારતીય ફૌજી જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ ભારત સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ચીની મોબાઈલ ગેમ એપ PUBG સહિત કુલ 118 ચાઈનીઝ મોબાઈલ એપ્સને બૈન કરી દેવામાં આવી હતી.

આ જાહેરાતના બે દિવસ બાદ બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે લોકોને જણાવ્યું કે, પબજીની જગ્યાએ હવે ફૌજી ગેમ લૉન્ચ થવા જઈ રહી છે. આ માટે અક્ષય કુમારે ટ્વીટર પર આ ગેમનું પોસ્ટર શેર કરતા લખ્યું છે કે,

“વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર અભિયાનનું સમર્થન કરતાં આ એક્શન ગેમને રજૂ કરવામાં ઘણો જ ગર્વ અનુભવી રહ્યો છું. ફેયરલેસ અને યુનાઈટેડ-ગાર્ડ્સ ફૌજી. જેમાં મનોરંજનની સાથે ગેમ રમનારા લોકો આપણા જાંબાજ સૈનિકોના બલિદાન વિશે પણ જાણી શકે છે. આ ગેમની જે રેવન્યૂ જનરેટ થશે, તેનો 20 ટકા હિસ્સો “ભારત કે વીર” ટ્રસ્ટમાં જશે.”

અક્ષય કુમારે આ સાથે જ આ ગેમને ડેવલોપ કરનારા શખ્સ અને કંપનીને પણ ટૈગ કરી છે. આ ગેમના ફાઉન્ડર મેમ્બર વિશાલ ગોંડલ છે. જે એક ગેમર અને એન્ટરપ્રેન્યોર છે. આ સિવાય આ ગેમને એનકોર ગેમ્સએ બનાવી છે. વિશાલ પણ આ સાથે સંકળાયેલા છે અને ઈન્વેસ્ટર-એડવાઈઝર છે. દયાનિધિ એમજી એનકોર ગેમ્સના CEO છે.

(8:31 am IST)