Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

લોકડાઉન દરમિયાન બુક કરાવેલી ટિકિટોનું મળશે 100 ટકા રિફંડ અથવા મનપસંદ ટ્રિપ

મોદી સરકારનો મોટો નિર્ણંય : સુપ્રીમકોર્ટમાં સોગંદનામું :

નવી દિલ્હી : કેન્દ્રની મોદી સરકાર એક પ્રસ્તાવ લઈને આવી છે કે, લોકડાઉન દરમિયાન બુક કરાવેલી ટિકિટો માટે એરલાઈન્સ કંપની દ્વારા 15 દિવસની અંદર રિફંડ આપવાનું રહેશે. જો કોઈ એરલાઈન્સ કંપની નાણાકીય સંકટમાં હશે અને રિફંડ આપવા માટે અસમર્થ હશે, તો તેને 31 માર્ચ 2021 સુધીમાં યાત્રિઓની પસંદની યાત્રા ક્રેડિટ શેલમાં આપવાની રહેશે. જેમાં ડેમોસ્ટિક, ઈન્ટરનેશનલ અને વિદેશી એરલાઈનોમં લોકડાઉન દરમિયાન કરાવેલી ટિકિટ બુકીંગનું સંપૂર્ણ રિફંડ આપવાનો પ્રસ્તાવ છે.

સુપ્રીમ કોર્ટમાં સોગંદનામામાં જણાવ્યા પ્રમાણએ, નાગરિક ઉડ્ડયન નિયામક ઓ.કે. ગુપ્તાએ જણાવ્યું હતું કે, ઘરેલુ એરલાઇન્સ માટે જો પ્રથમ લોકડાઉન અવધિમાં 25 માર્ચ -14 એપ્રિલથી 25 માર્ચથી 3 મે વચ્ચે પ્રથમ અને બીજા લોકડાઉન અવધિ દરમિયાન સીધી મુસાફરી માટે એરલાઇન અથવા એજન્ટ દ્વારા મુસાફરી માટે ટિકિટ બુક કરાઈ હતી. તો પછી આવા તમામ કેસોમાં, એરલાઇન્સ દ્વારા તરત જ સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે.

 

સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે, 'અન્ય તમામ બાબતો માટે એરલાઇન્સ પેસેન્જરને એકત્રિત રકમ 15 દિવસની અંદર પરત કરવા તમામ પ્રયાસો કરશે. જો આર્થિક સંકટને લીધે એરલાઇન્સ આવું કરી શકતી નથી, તો તેઓ મુસાફરોને એકઠા કરેલા ભાડાની રકમ જેટલી ક્રેડિટ શેલ પ્રદાન કરશે. આ ક્રેડિટ શેલ જે મુસાફરે ટિકિટ બુક કરાવી છે તેના નામે જારી કરવામાં આવશે. પ્રવાસી 31 માર્ચ 2021 સુધીમાં તેની પસંદગીના કોઈપણ રૂટ પર ક્રેડિટ શેલનો ઉપયોગ કરી શકશે. '

(12:00 am IST)